શોધખોળ કરો
Advertisement
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ PNBને કર્યો 2 કરોડ રૂપિયાનો દંડ, જાણો શુ છે કારણ
નવી દિલ્હીઃ વર્ષ 2019ની શરૂઆતથી જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બેંકિંગ સિસ્ટમમાં અનિયમિતતાને લઈ ઘણું આકરું વલણ દર્શાવી રહી છે. રિઝર્વ બેંકે સિસ્ટમને પારદર્શી બનાવવા માટે અનેક બેંકોને દંડ ફટકાર્યો છે. વિદેશમાં પૈસાના ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગમાં લેવાતી સિસ્ટમ (સ્વિફ્ટ)ના નિયમોમાં અનિયમિતતા પંજાબ નેશનલ બેંકને 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પંજાબ નેશનલ બેંકેને 25 માર્ચે રિઝર્વ બેંકે પત્ર લખીને દંડ ફટકાર્યો હોવાની સૂચના આપી હતી.
ચાલુ વર્ષની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેંકે અનિયમિતતાના આરોપમાં 36 સરકારી, પ્રાઇવેટ અને વિદેશી બેંકોને 71 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પંજાબ નેશનલ બેંકના 14,000 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીએ સ્વિફ્ટનો જ ઉપયોગ કર્યો હતો.
માર્ચની શરૂઆતથી આરબીઆઈએ વિવિધ નિર્દેશોનું પાલન નહીં કરવાને લઇ ભારતીય સ્ટેટ બેંક, યૂનિયન બેંક, દેના બેંક અને આઈડીબીઆઈ બેંકને દંડ ફટકાર્યો છે. જેમાં યૂનિયન બેંકને 3 કરોડ રૂપિયા, દેના બેંકને 2 કરોડ રૂપિયા તથા આઈડીબીઆઈ અને એસબીઆઈને 1-1 કરોડ રૂપિયા દંડ લગાવાયો છે.Reserve Bank of India imposes penalty of Rs 2 crores on Punjab National Bank for non-compliance of regulatory directions with regard to SWIFT operations
— ANI (@ANI) March 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement