શોધખોળ કરો
Advertisement
RBI Monetary Policy 2021: વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં, RBIએ કહ્યું- વર્ષ 2021-22માં ડબર ડિજિટમાં દોડશે અર્થવ્યવસ્થા
વર્ષ 2021-22 માટે 10.5 ટકાના દરે અર્થવ્યવસ્થાનો વિકાસનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ આરબીઆઈ ગવર્નર શક્તિકાંદ દાસે આજે નવી ક્રેડિટ પોલિસીની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકના અંદાજ અનુસાર વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. જ્યારે વર્ષ 2021-22 માટે 10.5 ટકાના દરે અર્થવ્યવસ્થાનો વિકાસનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, આર્થિક વિકાસની સંભાવનાઓમાં ઘણો સુધારો થયો છે અને મોંગવારી દર 6 ટકાની નીચે છે. તેમણે કહ્યું કે, મોંઘવારી દર 4 ટકાની બેન્ડની નીચે આવી ગયો છે.
જીડીપી વૃદ્ધિ દર 10.5 ટકા રહેવાનો અંદાજ
આરબીઆઈ ગવર્નરે 2021-22માં દેશનો આર્થિક વિકાસ દર એટલે કે જીડીપી વૃદ્ધિ દર 10.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 2020માં આપણા સામર્થ્યની પરીક્ષા થઈ છે અને 2021માં નવો આર્થિક યુગનું નિર્માણ થઈ રહ્યું છે. રેપો રેટ એ રેટ છે જેના પર બેંક ભારતીય રિઝર્વ બેંક પાસેથી લોન લે છે. બેંક આ લોન પર આરબીઆઈને જે દરે વ્યાજ ચુકવે છે તેને રેપો રેટ કહે છે.
ફુગાવાના ટાર્ગેટની વ્યવસ્થાએ સારું કામ કર્યું- ગવર્નર
શક્તિકાંત દાસે કહ્યું કે, ‘શાકભાજીની કિંમત નજીકના ભવિષ્યમાં નરમ રહેવાની આશા છે. 2020-21ના ચોથા ક્વાર્ટરમાં ફુગાવો સંશોધિત કરવામાં આવ્યો છે, તે 5.2 ટકા રહેવાનો અંદાજ છે. નાણાં નીતિ અનુસાર રોકડ મેનેજમન્ટને લઈને વલણ ઉદાર જાળવી રાખ્યું છે.’ તેમણે કહ્યું, ‘સરકાર આરબીઆઈના માટે ફુગાવાના ટાર્ટેની સમીક્ષા માર્ચ 2021 સુધી કરશે. ફુગાવાના ટાર્ગેટની વ્યવસ્થાએ સારું કામ કર્યું છે.’
આરબીઆઈ ગવર્નરે કહ્યું, ‘રિઝર્વ બેંક સુનિશ્ચિત કરશે કે બજારમાં ઉધાર લેવાનો કાર્યક્રમ કોઈપણ મુશ્કેલી વગર આગળ વધે. સાથે જ રિઝર્વ બેંકે ધીમે ધીમે 27 માર્ચ 2021 સુધી બેંકો માટે કેશ રિઝર્વ રેશિયો 3.5 ટકા પર લેવાનો નિર્ણય કર્યો છે.’ દાસે કહ્યું કે, કેશ રિઝર્વ રેશિયો 27 મે 2021 સુધી ફરી ચાર ટકા સુધી લાવવામાં આવશે. જ્યારે વર્ષ 2021-22 માટે 10.5 ટકાના દરથી અર્થવ્યવસ્થાના વિકાસનો અંદાજ લગાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement