RBIએ લગાવી Repo Rate ઘટાડાની હેટ્રિક, હવે ઘટી જશે તમારા ઘર અને કારની લોનની EMI
Repo Rate Cut:આરબીઆઇએ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને તેમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે

Repo Rate Cut: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની MPC મીટિંગના પરિણામો આવી ગયા છે અને સેન્ટ્રલ બેન્કે ફરી એકવાર મોટી રાહત આપી છે. આરબીઆઇએ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને તેમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ તાજેતરના ઘટાડા પછી રેપો રેટ હવે 6 ટકાથી ઘટીને 5.50 ટકા થઈ ગયો છે. નોંધનીય છે કે ગત બે MPC મીટિંગમાં પણ વ્યાજ દરમાં 25-25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બેન્ક લોન લેતા ગ્રાહકો માટે સારા સમાચાર છે, કારણ કે હવે તેમના EMI માં વધુ ઘટાડો થશે.
#WATCH | RBI Governor Sanjay Malhotra says, "... The MPC decided to reduce the policy Repo Rate under the liquidity adjustment facility by 50 basis points to 5.5%. This will be with immediate effect. Consequently, the Standing Deposit Facility (STF) Rate shall stand adjusted to… pic.twitter.com/siUUlBmcrG
— ANI (@ANI) June 6, 2025
MPC (Monetary Policy Committee) decides to cut repo rate by 50bps to 5.5%: RBI Governor Sanjay Malhotra pic.twitter.com/ywHFaNYZlM
— ANI (@ANI) June 6, 2025
રેપો રેટ ઓછો હોય ત્યારે લોન EMI ઘટે છે
રેપો રેટ બેન્ક લોન લેતા ગ્રાહકો સાથે સીધો જોડાયેલો હોય છે. તેના ઘટાડા સાથે લોન EMI ઘટે છે અને તેના વધારા સાથે, તે વધે છે. વાસ્તવમાં રેપો રેટ એ દર છે જેના પર દેશની કેન્દ્રીય બેન્ક ભંડોળની કોઈપણ અછતના કિસ્સામાં વાણિજ્યિક બેન્કોને નાણાં ઉછીના આપે છે. રેપો રેટનો ઉપયોગ નાણાકીય સત્તાવાળાઓ દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.
રેપો રેટમાં ઘટાડાની હેટ્રિક
RBI MPC ની બેઠક 4 જૂને શરૂ થઈ હતી અને આજે 6 જૂને તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. નવીનતમ રેપો રેટ ઘટાડા પહેલા પણ આ વર્ષની છેલ્લી બે બેઠકોમાં રાહત આપવામાં આવી હતી. અગાઉ ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6.50 ટકાથી ઘટીને 6.25 ટકા થઈ ગયો હતો. તો આ પછી એપ્રિલમાં યોજાયેલી નાણાકીય વર્ષ 26ની પ્રથમ MPC બેઠકમાં તેને ફરી એકવાર 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો અને હવે રિઝર્વ બેન્કે રેપો રેટમાં ઘટાડાની હેટ્રિક લાગુ કરીને લોન લેનારા ગ્રાહકોને મોટી ભેટ આપી છે.





















