શોધખોળ કરો

Reliance Industries AGM: મુકેશ અંબાણીની મોટી જાહેરાત, રિલાયન્સના ઉત્તરાધિકારી માટે રોડમેપ રજૂ કર્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 45મી એજીએમ મીટિંગને સંબોધતા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ ગ્રુપના બિઝનેસની ઉત્તરાધિકાર યોજનાની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી છે.

Reliance Industries AGM: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 45મી એજીએમ મીટિંગને સંબોધતા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ ગ્રુપના બિઝનેસની ઉત્તરાધિકાર યોજનાની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી છે. મુકેશ અંબાણીના ત્રણ સંતાનો, બે પુત્રો આકાશ અંબાણી, અનંત અંબાણી અને પુત્રી ઈશા અંબાણી વચ્ચે ગ્રુપના બિઝનેસને કેવી રીતે વહેંચવામાં આવશે તેનો રોડમેપ મુકેશ અંબાણીએ એજીએમમાં ​​શેરધારકો સમક્ષ જાહેર કર્યો છે.

આકાશ, અનંત અને ઈશાને અપાઈ જવાબદારીઃ

બિઝનેસની ઉત્તરાધિકાર યોજના વિશે માહિતી આપતા મુકેશ અંબાણીએ કહ્યું કે, આકાશ અંબાણીએ ટેલિકોમમાં અને ઈશા અંબાણીએ રિટેલ બિઝનેસમાં મુખ્ય ભૂમિકા લઈ લીધી છે. બીજી તરફ, અનંત અંબાણીએ નવા એનર્જી બિઝનેસ સાથે જોડાયા છે અને તેમને નેતૃત્વની ભૂમિકા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે, આ દિવસોમાં અનંત અંબાણીઓનો મોટાભાગનો સમય જામનગરમાં પસાર થઈ રહ્યો છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, આ બધા રિલાયન્સની યુવા ટીમનો ભાગ છે જે અદ્ભુત પ્રદર્શન કરી રહ્યા છે. ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહિત રિલાયન્સના વરિષ્ઠ લોકોની દેખરેખ હેઠળ દૈનિક ધોરણે તેમની સલાહ લેવામાં આવે છે.

મુકેશ અંબાણીએ Jioના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતુંઃ

જૂન મહિનામાં, જ્યારે આકાશ અંબાણીને રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે સતત અટકળો લગાવવામાં આવી રહી છે કે મુકેશ અંબાણી તેમના બિઝનેસ ઉત્તરાધિકાર યોજના માટે રોડમેપ જાહેર કરી શકે છે. ત્યારબાદ મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું.

મુકેશ અંબાણીએ કહ્યું કે, તેઓ રિલાયન્સને નેતૃત્વ આપવાનું ચાલુ રાખશે અને ભવિષ્ય માટે તેને તૈયાર કરશે. કંપની 2027ના સુવર્ણ દાયકા સુધીમાં તેનું મૂલ્ય બમણું કરવાનું લક્ષ્ય ધરાવે છે. અને તે પછી પણ, કંપની વિકાસના માર્ગ પર ઝડપી ગતિએ આગળ વધવાનું ચાલુ રાખશે.

Jio 5G સેવા દિવાળી સુધીમાં 5 શહેરોમાં શરૂ થશે

AGMમાં મુકેશ અંબાણીએ કહ્યું કે Jio 5G વિશ્વનું સૌથી મોટું 5G નેટવર્ક હશે. શરૂઆતમાં 5 શહેરોમાં 5G સેવા આપવામાં આવશે. દિવાળી સુધી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતામાં 5G સેવા શરૂ થશે. આ પછી ડિસેમ્બર 2023 સુધીમાં દેશભરમાં 5G સેવા પહોંચાડવામાં આવશે. Jio 5G હાઇ સ્પીડ Jio Air Fiber ઓફર કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Embed widget