શોધખોળ કરો

Retail Inflation: તહેવારો પહેલા સામાન્ય લોકોને મોંઘવારીમાંથી મળી મોટી રાહત, રિટેલ ઈંફ્લેશનમાં થયો મોટો ઘટાડો

Retail Inflation Data For September 2023:  ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાને કારણે સપ્ટેમ્બર 2023માં છૂટક ફુગાવાના દરમાં ઘટાડો થયો છે. રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં ઘટીને 5.02 ટકા થયો છે જે ઓગસ્ટમાં 6.83 ટકા હતો.

Retail Inflation Data For September 2023:  ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાને કારણે સપ્ટેમ્બર 2023માં છૂટક ફુગાવાના દરમાં ઘટાડો થયો છે. રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં ઘટીને 5.02 ટકા થયો છે જે ઓગસ્ટમાં 6.83 ટકા હતો. આ અગાઉ જુલાઈ 2023માં છૂટક ફુગાવો 7.44 ટકાના 15 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. રાહતની વાત એ છે કે સપ્ટેમ્બર મહિનામાં છૂટક ફુગાવાનો દર હવે આરબીઆઈના ટોલરેસ બેન્ડના 6 ટકાના ઉપલા સ્તરથી નીચે આવી ગયો છે.

ખાદ્ય ફુગાવાના દરમાં ઘટાડો
મંત્રાલયના આંકડા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં ખાદ્ય મોંઘવારી દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાદ્ય ફુગાવાનો દર સપ્ટેમ્બરમાં ઘટીને 6.56 ટકા થયો હતો જે ઓગસ્ટમાં 9.94 ટકા હતો. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારી હજુ પણ લોકોને પરેશાન કરી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં છૂટક ફુગાવાનો દર 5.33 ટકા છે જ્યારે ખાદ્ય ફુગાવાનો દર 6.65 ટકા છે.

ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો
સપ્ટેમ્બર મહિનામાં શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે શાકભાજીનો મોંઘવારી દર ઘટીને 3.39 ટકા પર આવી ગયો છે જે ઓગસ્ટમાં 26.14 ટકા હતો. જો કે કઠોળનો મોંઘવારી દર વધ્યો છે. કઠોળનો મોંઘવારી દર સપ્ટેમ્બરમાં વધીને 16.38 ટકા થયો છે જે ઓગસ્ટમાં 13.04 ટકા હતો. મસાલાના ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો છે અને તે 23.06 ટકા રહ્યો છે જે ઓગસ્ટમાં 23.19 ટકા હતો. દૂધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો મોંઘવારી દર પણ ઘટીને 6.89 ટકા પર આવી ગયો છે જે ઓગસ્ટમાં 7.73 ટકા હતો. અનાજ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર પણ નીચે આવ્યો છે અને સપ્ટેમ્બરમાં તે 10.95 ટકા હતો જે ઓગસ્ટમાં 11.85 ટકા હતો.

RBI માટે સારા સમાચાર 
રિટેલ ફુગાવાના આંકડામાં મોટા ઘટાડાથી RBIને મોટી રાહત મળી હશે. રિટેલ ફુગાવો આરબીઆઈના ટોલરેંસ બેન્ડના ઉપલા બેન્ડ કરતાં 6 ટકા નીચે ગયો છે. ફુગાવાના સંદર્ભમાં, આરબીઆઈએ 2 થી 6 ટકાનો ટોલરેંસ બેન્ડ નક્કી કર્યો છે. RBIએ મોંઘવારી દરને 4 ટકા સુધી લાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં

Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર

મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન

નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત

Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું

Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ

Embed widget