રોકેટ બન્યો રેલવેનો શાનદાર સ્ટોક, 3 વર્ષનું રિટર્ન જાણીને તમે ચોંકી જશો
રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) ના શેરમાં સતત 5મા સત્રમાં વધારો નોંધાયો હતો. શનિવારે (18 મે), રેલવેના શેરમાં લગભગ 4 ટકાનો ઉછાળો આવ્યો હતો.

Railway PSU Stock: રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) ના શેરમાં સતત 5મા સત્રમાં વધારો નોંધાયો હતો. શનિવારે (18 મે), રેલવેના શેરમાં લગભગ 4 ટકાનો ઉછાળો આવ્યો હતો. રેલ્વે પીએસયુના મજબૂત પરિણામોને કારણે શેરમાં વધારો થયો છે. RVNL એક કંપની છે જે રેલ્વે માટે બાંધકામ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરે છે, ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 33.2% વધીને રૂ. 478.6 કરોડ નોંધાયો હતો. આ મલ્ટીબેગર રેલ્વે સ્ટોક છે જેણે 3 વર્ષમાં 933 ટકા વળતર આપ્યું છે.
રેલ વિકાસ નિગમ લિમિટેડની કંસોલિડેટેડ રેવેન્યૂ 17.4 ટકાના ઉછાળા સાથે રૂપિયા 6714 કરોડ રહી હતી. EBITDA એટલે કે ઓપરેટિંગ પ્રોફિટ 21.8 ટકા વધીને 456 કરોડ થયો છે. ચોખ્ખો નફો 33.2 ટકા વધીને રૂપિયા 478.6 કરોડ રહ્યો છે. માર્જિન 6.6 ટકાથી વધીને 6.8 ટકા પર પહોંચી ગયું છે. RVNL થી 10 રુપિયાની ફેસ વેલ્યુ પર 21.10 ટકા એટલે કે રૂપિયા 2.11 પ્રતિ શેરનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.એજીએમમાં જો ડિવિડન્ડ મંજૂર થાય છે તો તે 30 દિવસમાં ચૂકવવામાં આવશે.
રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) એ માર્ચ 2024 ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નફા અને આવકમાં વધારો થયો છે. કંપનીનો નફો વધીને રૂ. 478.6 કરોડ થયો છે. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીનો નફો 359 કરોડ રૂપિયા હતો. કંપનીના નફામાં આ વધારો 33 ટકા છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે રૂ. 5,719.8 કરોડથી વધીને રૂ. 6,714 કરોડ થઈ છે.
આ એક મલ્ટીબેગર રેલ્વે સ્ટોક છે જે સિવિલ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ કરે છે. શેર 3.06 ટકા વધીને 299.65 પર બંધ રહ્યો હતો. સ્ટોકનો 52 સપ્તાહનો હાઈ 345.60 અને લો 110.50 છે. આ સપ્તાહે શેરમાં 15 ટકાનો વધારો નોંધાયો હતો. મલ્ટિબેગરે એક મહિનામાં 15.41 ટકા, ત્રણ મહિનામાં 19 ટકા, આ વર્ષે અત્યાર સુધીમાં 65 ટકા, છ મહિનામાં 80 ટકા, એક વર્ષમાં 148 ટકા અને બે વર્ષમાં 829 ટકા રિટર્ન આપ્યું છે.
Disclaimer: (અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે જ આપવામાં આવી રહી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા તમારે હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. ABPLive.com કોઈને ક્યારેય નાણાંનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.)
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
