શોધખોળ કરો

સહારામા ફસાયેલા રૂપિયા પરત લેવા માટે આ ડોક્યુમેન્ટ્સ જરૂરી, તેના વિના નહી મેળવી શકો રિફંડ

સહારા ગ્રુપ (સહારા ઈન્ડિયા)ના કો-ઓપરેટિવમાં ફસાયેલા રોકાણકારોના કરોડો રૂપિયા પાછા મેળવવા માટે સહારા રિફંડ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

સહારા ગ્રુપ (સહારા ઈન્ડિયા)ના કો-ઓપરેટિવમાં ફસાયેલા રોકાણકારોના કરોડો રૂપિયા પાછા મેળવવા માટે સહારા રિફંડ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આના દ્વારા રોકાણકારોને જમા કરાયેલા પૈસા પાછા મળશે. આ પોર્ટલ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે લોન્ચ કર્યું હતું. પોર્ટલ લોન્ચ થયાના ચાર દિવસમાં પાંચ લાખ રોકાણકારોએ તેના પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જો તમારા પૈસા પણ સહારામાં ફસાયેલા છે તો તમે CRCS-સહારા રિફંડ પોર્ટલ પર તમારા પૈસા રિફંડ માટે અરજી કરી શકો છો. આ પોર્ટલ દ્વારા દાવો કરવા માટે તમારે કેટલાક દસ્તાવેજોની પણ જરૂર પડશે.

આ દસ્તાવેજો જરૂરી છે

સહારા રિફંડ પોર્ટલ દ્વારા અરજી કરવા માટે રોકાણકારને મેમ્બરશિપ નંબર, ડિપોઝિટ એકાઉન્ટ નંબર, આધાર સાથે લિંક થયેલ મોબાઇલ નંબર, ડિપોઝિટ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોની જરૂર છે. સહારામાં ફસાયેલા નાણાંનો દાવો કરવા માટે રોકાણકારનું આધાર વર્તમાન મોબાઇલ નંબર સાથે લિંક હોવું આવશ્યક છે. આ સાથે બેંક ખાતા સાથે આધાર લિંક કરાવવું પણ ફરજિયાત છે. આ વિના કોઈપણ રોકાણકાર દાવો દાખલ કરી શકશે નહીં.

આ તમામ દસ્તાવેજો સાથે તમે સહારા પોર્ટલ દ્વારા અરજી કરી શકો છો. તમારી અરજી સબમિટ થતાં જ તમને એક એનરોલમેન્ટ નંબર મળશે. આ સાથે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS પણ આવશે.

આધાર

પાન

મેમ્બરશીપ નંબર

જમા ખાતા નંબર

આધાર લિંક મોબાઇલ નંબર

ડિપોઝિટનું પ્રમાણપત્ર

10,000 રૂપિયા કેપ

સહારા રિફંડ પોર્ટલ દ્વારા નાણાં ઉપાડવાનું ખૂબ જ સરળ બનશે અને 45 દિવસમાં રોકાણકારોના ફસાયેલા નાણાં તેમના બેંક ખાતામાં આવી જશે. સહારાની ચાર સહકારી મંડળીઓના આશરે 4 કરોડ આવા રોકાણકારો તેમના નાણાં પાછા મેળવી શકશે, જેમની રોકાણની પરિપક્વતા પૂર્ણ થઈ ગઈ છે. સરકારે રિફંડ કરવાના નાણાં પર 10,000 રૂપિયાની મર્યાદા લાદી છે. એટલે કે, પ્રથમ તબક્કામાં જે રોકાણકારોનું રોકાણ રૂ. 10,000 છે તેમની જમા રકમ પરત કરવામાં આવશે. જેમની પાસે 10,000 રૂપિયા સુધીનું રોકાણ છે અને જેમની પાસે 10,000 રૂપિયાથી વધુ છે તેમને 10,000 રૂપિયાની રકમ ચૂકવવામાં આવશે.

તમે જાતે અરજી કરી શકો છો

રોકાણકારો આ પોર્ટલ પર લૉગિન કરીને પોતાનું નામ નોંધાવી શકે છે અને વેરિફિકેશન પછી રિફંડની પ્રક્રિયા શરૂ થશે. પૈસા રિફંડ કરવાની આ સમગ્ર પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ થશે. અરજી કર્યા પછી સહારા ઈન્ડિયાના રોકાણકારોના દસ્તાવેજો સહારા ગ્રુપની સમિતિઓ દ્વારા 30 દિવસમાં ચકાસવામાં આવશે અને તે રોકાણકારોને ઓનલાઈન દાવો દાખલ કર્યાના 15 દિવસની અંદર SMS દ્વારા જાણ કરવામાં આવશે.

10 કરોડ લોકોએ રોકાણ કર્યું છે

સહારા ગ્રુપની સહકારી સમિતિઓ- સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમા જમા રોકાણકારોના નાણાં પરત કરવા માટે આ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે લગભગ 10 કરોડ રોકાણકારોએ સહારામાં રોકાણ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Embed widget