શોધખોળ કરો
Advertisement
SBI Mega E-Auction: સસ્તામાં પ્રોપર્ટી ખરીદવાની તક, 5 માર્ચથી શરૂ થઈ રહી છે આ બેંકની ઈ-હરાજી
આ ઈ-હરાજીમાં સસ્તી રહેણાંક અને કોમર્શિયલ સંપત્તિ, જમીન, પ્લોટ અને મશીનરી, વાહન અને અન્ય અનેક વસ્તુઓ સસ્તામાં ખરીદવાની તક મળશે.
જો તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે એક શાનદાર ત ક છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાની પાસે ગિરો રાખેલ પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહી છે. ઈ-ઓક્શન 5 માર્ચથી શરૂ થશે.
આ ઈ-હરાજીમાં સસ્તી રહેણાંક અને કોમર્શિયલ સંપત્તિ, જમીન, પ્લોટ અને મશીનરી, વાહન અને અન્ય અનેક વસ્તુઓ સસ્તામાં ખરીદવાની તક મળશે. ઈ-હરાજીમાં ભાગ લેવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. એસબીઆઈએ ટ્વીટ કરીને આ હરાજી વિશે જાણકારી આપી છે.
કઈ સંપત્તિની હરાજી થાય છે
બેંક પોતાના ગ્રાહકોને લોન આપવાના બદલામાં સંપત્તિ ગીરો રાખે છે. ગ્રાહક જો લોન ચૂકવવા નિષ્ફળ જાય તો બેંક બાકીની રકમ વસુલવા માટે તે સંપત્તિની હરાજી કરે છે. પોતાની પાસે ગીરો સંપત્તિ ઉપરાંક બેંક કોર્ટ દ્વારા જપ્ત કરવામાં આવેલ અચલ સંપત્તિની પણ હરાજી કરે છે.
કઈ વાતો ધ્યાનમાં રાખવી
- ઈ-હરાજીમાં ભાગ લેવા માટે અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD) જમા કરાવવાની રહેશે.
- બ્રાન્ચ પર કેવાયસીની સંપૂર્ણ વિગતો માટે તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા પડશે.
- વેલિડ ડિજિટલ સિગ્નેચર જરૂરી હશે.
- બ્રાન્ચ પર EMD અને KYC ડોક્યુમેન્ટ્સ જમા કર્યા બાદ ઈ-હરાજી કરનાર તરફથી બિડર્સને ઈમેલ આઈડી પર લોગિન આઈડી અને પાસવર્ડ મોકલવામાં આવશે. જેના દ્વારા હરાજીમાં ભાગ લઈ શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion