શોધખોળ કરો

SBI એલર્ટ: રિવોર્ડ પોઈન્ટ્સના નામે નવું કૌભાંડ, ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરતા!

SBI reward points scam 2026: સ્કેમર્સ SMS કે WhatsApp પર APK ફાઇલ મોકલીને ગ્રાહકોને ફસાવી રહ્યા છે, ભૂલથી પણ આવી કોઈ લિંક કે ફાઇલ ઓપન ન કરતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સાયબર ઠગ SBI રિવોર્ડ પોઈન્ટ્સના નામે છેતરપિંડી કરી રહ્યા છે.
  • નકલી મેસેજ દ્વારા માલવેર મોકલી ગ્રાહકોના ખાતા ખાલી થાય છે.
  • PIB એ ચેતવણી આપી છે, SBI આવા મેસેજ મોકલતી નથી.

SBI reward points scam 2026: આજના ડિજિટલ યુગમાં સાયબર ઠગ રોજબરોજ છેતરપિંડી કરવાના નવા-નવા કીમિયાઓ શોધી રહ્યા છે. જો તમારું ખાતું દેશની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં છે અથવા તો તમે SBI નું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વાપરો છો, તો તમારે હવે ખૂબ જ સાવધાન થવાની જરૂર છે. હાલમાં SBI રિવોર્ડ પોઈન્ટ્સના નામે સાયબર ગુનેગારો દ્વારા ગ્રાહકોના બેંક એકાઉન્ટ ખાલી કરવાનું એક મોટું કાવતરું ચાલી રહ્યું છે, જેમાં તમારી એક નાની અમથી બેદરકારી પણ તમને લાખોનો ચૂનો લગાવી શકે છે.

સામાન્ય રીતે અન્ય બેંકોની જેમ SBI પણ પોતાના ગ્રાહકોને ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી થતા ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ્સ આપે છે. આ પોઈન્ટ્સનો ઉપયોગ મોબાઈલ રિચાર્જથી લઈને ઓનલાઈન શોપિંગ સુધીના કામોમાં થઈ શકે છે. પરંતુ જો 2 વર્ષ સુધી તેનો ઉપયોગ ન થાય તો તે એક્સપાયર થઈ જાય છે. ગ્રાહકોમાં આ ફ્રી રિવોર્ડ પોઈન્ટ્સ વાપરવાનો મોટો ક્રેઝ હોય છે, અને બસ આ જ નબળાઈનો ફાયદો ઉઠાવીને સ્કેમર્સ તેમને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે.

સ્કેમર્સ ગ્રાહકોને SMS અથવા WhatsApp પર એક મેસેજ મોકલે છે કે જેમાં લખેલું હોય છે કે તમારા રિવોર્ડ પોઈન્ટ્સ એક્સપાયર થઈ રહ્યા છે, તેને જલ્દીથી રિડીમ કરી લો. આ મેસેજની સાથે તેઓ એક લિંક કે 'APK' ફાઈલ પણ મોકલે છે. જો તમે લાલચમાં આવીને આ ફાઈલ ડાઉનલોડ કરો છો, તો તમારા ફોનમાં છૂપી રીતે માલવેર (વાયરસ) ઈન્સ્ટોલ થઈ જાય છે. આ માલવેર એટલો ખતરનાક હોય છે કે તે તમારા પર્સનલ ડેટા, બેંકની વિગતો અને તમારા ફોન પર આવતા OTP ની ચોરી કરી લે છે અને ગણતરીની મિનિટોમાં જ તમારું બેંક એકાઉન્ટ સાફ કરી દે છે.

આ વાયરલ થઈ રહેલા સ્કેમ મેસેજ પાછળનું સત્ય જણાવતા ભારત સરકારની એજન્સી 'PIB ફેક્ટ ચેક'એ લોકોને ચેતવણી આપી છે. PIB એ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના મેસેજ તદ્દન નકલી છે. SBI ક્યારેય પણ પોતાના ગ્રાહકોને પોઈન્ટ્સ રિડીમ કરવા માટે SMS કે WhatsApp દ્વારા કોઈ લિંક કે APK ફાઈલ ડાઉનલોડ કરવા માટે મોકલતી નથી. તેથી, જો તમારા ફોનમાં પણ આવો કોઈ મેસેજ આવે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દો અને અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો. સાવચેતી એ જ તમારી સાચી બચત છે!

Frequently Asked Questions

SBI રિવોર્ડ પોઈન્ટ્સ કૌભાંડ શું છે?

સાયબર ગુનેગારો SBI ગ્રાહકોને SMS કે WhatsApp દ્વારા રિવોર્ડ પોઈન્ટ્સ એક્સપાયર થવાના નકલી મેસેજ મોકલે છે. તેઓ લિંક કે APK ફાઈલ મોકલીને માલવેર ઇન્સ્ટોલ કરાવે છે, જે બેંક ખાતા ખાલી કરી દે છે.

સ્કેમર્સ ગ્રાહકોને કઈ રીતે ફસાવે છે?

તેઓ SMS કે WhatsApp પર રિવોર્ડ પોઈન્ટ્સ એક્સપાયર થવાના મેસેજ સાથે એક લિંક કે APK ફાઈલ મોકલે છે. આ ફાઈલ ડાઉનલોડ કરવાથી ફોનમાં માલવેર ઇન્સ્ટોલ થાય છે જે પર્સનલ ડેટા ચોરી કરે છે.

સ્કેમર્સ દ્વારા મોકલેલી ફાઈલ ડાઉનલોડ કરવાથી શું ખતરો છે?

તે ફાઈલમાં માલવેર હોય છે જે તમારા પર્સનલ ડેટા, બેંકની વિગતો અને OTP ચોરી લે છે. આનાથી ગણતરીની મિનિટોમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.

આ કૌભાંડ અંગે PIB ફેક્ટ ચેકની શું ચેતવણી છે?

PIB એ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના મેસેજ નકલી છે. SBI ક્યારેય પોઈન્ટ્સ રિડીમ કરવા માટે SMS કે WhatsApp દ્વારા લિંક કે APK ફાઈલ મોકલતી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget