શોધખોળ કરો
Advertisement
SBIએ કાર લોન, હોમ લોન અને ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ફી માફ કરી, કરવું પડશે આ કામ
BIએ તહેવારોની સીઝન પૂર્વે ગ્રાહકોને આકર્ષવા અને બજારમાં માંગ વધારવા માટે સ્પેશયલ હોમલોનની પણ રજૂ કરી છે.
નવી દિલ્હીઃ દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે અને કોરોના વાયરસને કારણે તેના પર વધારે ખરાબ અસર પડી છે. બેંકોને લોન લેનારા નથી મળી રહ્યા અને હાલમાં અનેક બેંક એવી ઓફર લઈને આવી રહી છે જેનાથી ગ્રાહકોને લો લેવા માટે પ્રેરિત કરી શકાય. હવે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક એવી ઓફર લઈને આવી છે જેથી ગ્રાહકોને સસ્તા દર પર લોન મળી શકશે.
એસબીઆઈએ પ્રોસેસિંગ ફી કરી માફ
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન અને પર્સનલ લોન માટે પ્રોસેસિંગ ફી ન લેવાનો નિર્ણય કર્યો છે. તેનો અર્થ એ થયો કે બેંકે પોતાની મોટાભાગની રિટેલ લોનની પ્રોસેસિંગ ફી 100 ટકા માફ કરી છે. જોકે તેના માટે એક શરત રાખવામાં આવી છે જે અંતર્ગત ગ્રાહકોએ એસબીઆઈની યોનો એપથી જ અરજી કરવી પડશે.
SBIએ તહેવારોની સીઝન પૂર્વે ગ્રાહકોને આકર્ષવા અને બજારમાં માંગ વધારવા માટે સ્પેશયલ હોમલોનની પણ રજૂ કરી છે. હોમલોન પર પણ પ્રોસેસિંગ ફી માફ કરવાની સાથે સારા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો અને લોનની રકમ અનુસાર વધારાના 10 બેસિસ પોઈન્ટના વ્યાજદર ઘટાડાની જાહેરાત કરી છે.
ફેસ્ટિવ સીઝન માટે SBIએ બાંયો ચઢાવી જ દીધી છે અને ઉપરોક્ત હોમલોન જાહેરાત સિવાય જો ગ્રાહક SBIની YONO થકી હોમલોન મેળવવા માટે એપ્લાય કરશે તો વધારાના 5 બેસિસ પોઈન્ટના વ્યાજદરના ઘટાડની પણ જાહેરાત કરી છે. 30મી જુન, 2020ના રોજ SBI પાસે કુલ રૂ. 34 લાખ કરોડની ડિપોઝીટ છે અને 24 લાખ કરોડના એડવાન્સિસ છે. બેંકનો CASA રેશિયો 45%ની આસપાસ હતો. હોમલોન સેગમેન્ટમાં SBIનો બજાર હિસ્સો 34% અને ઓટો લોન સેગમેન્ટમાં 33% છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement