સેબીએ આ 6 કંપનીઓના IPOને મંજૂરી આપી, આગામી થોડા મહિનામાં થશે લોન્ચ
રિયલ એસ્ટેટ ડેવલપર પૂર્ણિક બિલ્ડર્સના IPOમાં પ્રમોટરો દ્વારા રૂ. 510 કરોડનો નવો ઈશ્યુ અને લગભગ 9.45 લાખ શેર વેચાણ માટે ઓફર કરવામાં આવશે.
Paytm ના નબળા લિસ્ટિંગને પાછળ છોડીને IPO માર્કેટ ફરી એકવાર ધમધમવા માટે તૈયાર છે. આગામી કેટલાક મહિનામાં અડધો ડઝન કંપનીઓની પ્રારંભિક જાહેર ઓફર (IPO) બજારમાં આવવાની છે. એક અહેવાલ અનુસાર, બજાર નિયામક સેબીએ છ કંપનીઓના IPO માટે સબમિટ કરેલા ડ્રાફ્ટ પેપર્સને મંજૂરી આપી દીધી છે.
આ કંપનીઓમાં મેડપ્લસ હેલ્થ સર્વિસિસ (Medplus Health Services), રેટગેન ટ્રાવેલ ટેક્નોલોજીસ (RateGain Travel Technologies), પૂર્ણિક બિલ્ડર્સ (Purnik Builders), ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ (Fusion Micro Finance), ટ્રૅકએક્સએન ટેક્નૉલૉજીસ (Tracxn Technologies) અને પ્રુડન્ટ કૉર્પોરેટ એડવાઇઝરી સર્વિસિસ (Prudent Corporate Advisory Services)નો સમાવેશ થાય છે.
હૈદરાબાદ-મુખ્ય મથક મેડપ્લસ હેલ્થ સર્વિસિસ IPO દ્વારા રૂ. 1638.71 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. તેમાંથી રૂ. 600 કરોડના નવા શેર જારી કરવામાં આવશે, જ્યારે રૂ. 1038.71 કરોડના શેર પ્રમોટરો અને શેરધારકો દ્વારા ઓફર-ફોર-સેલ (OFS) હેઠળ વેચાણ માટે ઓફર કરવામાં આવશે.
રિયલ એસ્ટેટ ડેવલપર પૂર્ણિક બિલ્ડર્સના IPOમાં પ્રમોટરો દ્વારા રૂ. 510 કરોડનો નવો ઈશ્યુ અને લગભગ 9.45 લાખ શેર વેચાણ માટે ઓફર કરવામાં આવશે. એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ કંપની તેના પરનું દેવું ઘટાડવા માટે કરશે.
ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સર્વિસ પ્રોવાઈડર રેટગેઈન ટ્રાવેલ ટેક્નોલોજીસના આઈપીઓમાં રૂ. 400 કરોડનો નવો ઈશ્યુ જોવા મળશે અને પ્રમોટરો દ્વારા રૂ. 2.26 કરોડ સુધીના શેર વેચાણ માટે ઓફર કરવામાં આવશે.
Tracxn Technologiesનો IPO સંપૂર્ણ રીતે વેચાણ માટે ઓફર કરવામાં આવશે, જે હેઠળ પ્રમોટરો 3.86 કરોડ શેર વેચાણ માટે મૂકશે. તે જ સમયે, પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસિસનો આઇપીઓ પણ વેચાણ માટે સંપૂર્ણ ઓફર છે, જે હેઠળ પ્રમોટરો લગભગ 86 લાખ શેર્સ વેચશે.