Stock Market Closing: રોકણકારોની વેચવાલીથી સતત બીજા દિવસે શેરબજારમાં ગાબડું, નિફ્ટી 18,500 નીચે
Closing Bell: શેરબજારમાં દિવસની શરૂઆત પર સપાટ થઈ હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો હતો. આજે આઈટી, ફાર્મા અને રિયલ્ટી ટોપ પરફોર્મર રહ્યા.
Stock Market Closing, 1st June, 2023: જૂન મહિનાના પ્રથમ અને સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર સપાટ સ્તરે બંધ થયું. દિવસની શરૂઆત પર સપાટ થઈ હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો હતો. આજે આઈટી, ફાર્મા અને રિયલ્ટી ટોપ પરફોર્મર રહ્યા. કોલ ઈન્ડિયા ટોપ લુઝર રહ્યો. આજે રોકાણકારોની સંપત્તિ 284.10 લાખ કરોડ થઈ છે, જે બુધવારે 283.66 લાખ કરોડ હતી. આમ શેરબજારમાં ઘટાડો થવા છતાં રોકાણકારોની સંપત્તિ વધી છે.
આજે કેવી રહી માર્કેટની ચાલ
ભારતીય શેરબજારનો સેન્સેક્સ આજે 193.7 પોઇન્ટના ઘટાડા સાથે 62428.54 પોઇન્ટ, નિફ્ટી 46.55 પોઇન્ટના ઘટાડા સાથે 18487.75 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. આજે 62,736.47 પોઈન્ટના નજીવા વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું, પરંતુ થોડીવારમાં ઘટાડો થયો હતો. ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે સેન્સેક્સ ઘટીને 62,359 પોઈન્ટ પર પહોંચી ગયો હતો.બુધવારે સેન્સેક્સ 346.89 પોઇન્ટ અને નિફ્ટી 99.45 પોઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. મંગળવારે સેન્સેક્સ 122.75 પોઇન્ટના વધારા સાથે 62969.13 પોઇન્ટ અને નિફ્ટી 35.2 પોઇન્ટ વધીને 18633.85 પોઇન્ટ પર બંધ રહ્યા. સોમવારે સેન્સેક્સ 344.69 પોઇન્ટ અને નિફ્ટી 91.65 પોઇન્ટ વધીને બંધ થયા હતા. છેલ્લા કારોબારી દિવસમાં શેરબજારમાં આશરે 1100 પોઇન્ટનો વધારો થયો હતો.
શેરબજારમાં કેમ થયો ઘટાડો
રોકાણકારોની વેચવાલીથી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. બે કારોબારી દિવસમાં 500થી વધુ પોઇન્ટનું ગાબડું પડ્યું છે.
આ શેરો ઘટ્યા
આજના કારોબારમાં સેન્સેક્સની 30માંથી 13 કંપનીઓને નુકસાન થયું છે, જ્યારે 17 કંપનીઓના શેર મજબૂતી સાથે બંધ થયા છે. ભારતી એરટેલમાં સૌથી વધુ 3.65 ટકાનો ઘટાડો થયો હતો.કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં પણ 3 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. ICICI બેન્ક અને ITCને 1 ટકાથી વધુ નુકસાન થયું છે.
આ શેરો વધ્યા
બીજી તરફ, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને સન ફાર્મા જેવા શેરોમાં 1-1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો.
Sensex falls 193.70 points to settle at 62,428.54; Nifty declines 46.65 points to 18,487.75
— Press Trust of India (@PTI_News) June 1, 2023
એલપીજી ગેસના ભાવમાં મોટો ઘટાડો થયો છે. એલપીજી વેચતી કંપનીઓએ દરો સસ્તા કર્યા છે. આ ઘટાડો કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં થયો છે. જોકે એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ગયા મહિનાની જેમ જ છે. આ પહેલા 1 મે 2023ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 172 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.