(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Closing: ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક રહ્યો આજનો દિવસ, સેન્સેક્સએ તોડ્યો રેકોર્ડ
Stock Market Closing On 21 June 2023: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. બીએસઈ સેન્સેક્સ આજે તેની જૂના રેકોર્ડની ઊંચી સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો.
Stock Market Closing On 21 June 2023: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. બીએસઈ સેન્સેક્સ આજે તેની જૂના રેકોર્ડની ઊંચી સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ આજે 63,588 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર છે. જોકે નિફ્ટીએ હજુ સુધી 18,887ની લાઈફ ટાઈમ હાઈ લેવલ પાર કરી નથી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 196 પોઈન્ટના ઉછાળા સાથે 63,523 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 40 પોઈન્ટના ઉછાળા સાથે 18,856 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
Sensex climbs 195.45 points to settle at lifetime high of 63,523.15; Nifty advances 40.15 points to end at record 18,856.85
— Press Trust of India (@PTI_News) June 21, 2023
કેટલાક સેક્ટરમાં જોવા મળ્યો ઉતાર ચઢાવ
ટોપ ગેઈનર્સ
ટોપ લૂઝર્સ
આજના દિવસે સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, એનર્જી, ઈન્ફ્રા, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, હેલ્થકેર સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
જાણો BSE ના માર્કેટ કેપમાં કેટલો થયો વધારો
ભારતીય શેરબજારમાં આવેલી શાનદાર તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં તેજી આવી છે. બજાર બંધ થતાં BSEનું માર્કેટ કેપ રૂપિયા 294.35 લાખ કરોડ પર બંધ થયું છે. જે મંગળવારે રૂપિયા 293.54 લાખ કરોડ પર બંધ થયું હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 81,000 કરોડનો ઉછાળો આવ્યો છે.
સ્ટોકમાં ઉતાર ચઢાવ
આજના વેપારમાં પાવર ગ્રીડ 3.68%, HDFC બેંક 1.71%, HDFC 1.66%, ટેક મહિન્દ્રા 1.13%, TCS 0.94%, વિપ્રો 0.78%, રિલાયન્સ 0.66%, ભારતી એરટેલ 0.55%ના શેર વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ITC 1.29 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.87 ટકા, એક્સિસ બેન્ક 0.83 ટકા ઘટીને બંધ થયા છે.
આજે શેર બજારનું ઓપનિંગ કેવું રહ્યું ?
બીએસઈના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સે આજે 63,467.46 ના સ્તર પર કારોબારની શરૂઆત દર્શાવી હતી. આ સિવાય એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી તેજી સાથે 18,849.40 ના સ્તર પર ખુલ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરના વધતા PMI સાથે ભારત સરકાર દ્વારા મૂડીખર્ચમાં સતત વધારો થવાને કારણે બેન્ચમાર્ક સૂચકાંકો આજે નવી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. એપ્રિલથી આપણાં બજારોમાં FIIના વળતરથી સેન્ટિમેન્ટમાં વધારો થયો છે, જોકે સ્થાનિક રોકાણકારોએ ભારતીય ઇક્વિટીમાં વિશ્વાસ જાળવી રાખ્યો છે.