(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Closing: શેરબજારમાં તેજી, જાણો કેટલા પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યું માર્કેટ
Closing Bell: મંગળવારનો દિવસ ભારતીય શેરબજાર માટે મંગળ સાબિત થયો.
Stock Market Closing, 2nd May, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો કારોબારી દિવસ તેજીમય રહ્યો. સવારે તેજી સાથે બજાર ખૂલ્યા બાદ દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો હતો. આજે સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. રોકાણકારોની સંપત્તિ વધીને 271.82 લાખ કરોડ થઈ છે.
સેન્સેક્સમાં કેટલો આવ્યો ઉછાળો
આજે સેન્સેક્સ 242.27 પોઇન્ટના વધારા સાથે 61,354.71 પોઇન્ટ પર અને નિફ્ટી 82.65 પોઇન્ટ વધીને 18147.65 પોઇન્ટ પર બંધ થયા છે. સોમવારે મહારાષ્ટ્ર દિવસના કારણે શેરબજાર બંધ હતું.
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઝડપી ગતિએ બંધ થયા હતા. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 0.97 ટકા અથવા 307 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધીને અને 14 ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 31 શેર વધીને અને 19 ઘટીને બંધ રહ્યા હતા. રેલવે શેરોમાં આજના કારોબારમાં મજબૂત ગતિ જોવા મળી હતી.
વધેલા શેર્સ
ટેક મહિન્દ્રા 2.92 ટકા, એનટીપીસી 2.56 ટકા, ટાટા સ્ટીલ 2.22 ટકા, મારુતિ સુઝુકી 2.14 ટકા, ઇન્ફોસિસ 2 ટકા, પાવર ગ્રીડ 1.37 ટકા, એક્સિસ બેન્ક 1.23 ટકા, રિલાયન્સ કંપની 0.86 ટકા, ટાઈટન 0.86 ટકા વધારા સાથે સાથે બંધ રહ્યા હતો.
ઘટેલા શેર્સ
ઘટતા શેરો પર નજર કરીએ તો સન ફાર્મા 1.45 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.28 ટકા, ભારતી એરટેલ 1.11 ટકા, ટાટા મોટર્સ 1.01 ટકા, કોટક મહિન્દ્રા 0.89 ટકા, બજાજ ફાઇનાન્સ 0.51 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો
શેરબજારમાં આવેલી શાનદાર તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં તેજી આવી છે. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 271.82 લાખ કરોડ થયું છે.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકામાં) |
BSE Sensex | 61,354.71 | 61,486.24 | 61,255.00 | 0.40% |
BSE SmallCap | 29,100.50 | 29,217.42 | 28,985.46 | 0.63% |
India VIX | 11.90 | 12.06 | 10.95 | 8.68% |
NIFTY Midcap 100 | 32,101.80 | 32,171.80 | 31,926.85 | 0.97% |
NIFTY Smallcap 100 | 9,739.10 | 9,776.95 | 9,709.90 | 0.69% |
NIfty smallcap 50 | 4,461.45 | 4,486.30 | 4,451.25 | 0.57% |
Nifty 100 | 17,989.30 | 18,020.60 | 17,943.50 | 0.48% |
Nifty 200 | 9,455.00 | 9,471.50 | 9,427.55 | 0.54% |
Nifty 50 | 18,147.65 | 18,180.25 | 18,101.75 | 0.46% |
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. NSE નિફ્ટી 50 72.35 પોઈન્ટ અથવા 0.4% વધીને 18,137.35 પર અને BSE સેન્સેક્સ 253.26 પોઈન્ટ અથવા 0.41% વધીને 61,365.7 પર ખૂલ્યા હતા. સેક્ટોરલ ઇન્ડેક્સમાં બેંક નિફ્ટી 160.25 પોઈન્ટ અથવા 0.37% વધીને 43,394.15 પર અને નિફ્ટી આઈટી 207.2 પોઈન્ટ અથવા 0.75% વધીને 27,915.4 પર ખૂલ્યા.