Stock Market Crash: શેરબજારમાં કેમ બોલ્યો 927 પોઇન્ટનો કડાકો ? આ કારણો છે જવાબદાર
Stock Market Down: રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગ અને વેચવાલીના કારણે સેન્સેક્સમાં આજે 900થી વધુ પોઇન્ટનો કડકો બાલ્યો હતો.
Stock Market Crash: બુધવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે અત્યંત નિરાશાજનક રહ્યું. રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગ અને વેચાણને કારણે સેન્સેક્સમાં 900થી વધુ પોઇન્ટનો કડકો બાલ્યો હતો. તમામ સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી હતી. આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 927 પોઇન્ટના કડાકા સાથે 59,744.98 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 289.58ના ઘટાડા સાથે 18,455 પર બંધ રહી.
શેરબજારમાં ઘટાડાના કારણો
પુતિનની ન્યુક્લિયર વોર્નિગઃ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને લઈ પશ્વિમી દેશોને ચેતવણી આપી છે. તેણે ન્યુક્લિયર હથિયાર સાથે જોડાયેલો સોદો રદ્દ કર્યો છે અને ન્યુક્લિયર ટેસ્ટ કરવાની ચેતવણી આપી છે. નાટોના સેક્રેટરી જનરસ જેંસ સ્ટોલ્ટેનબર્ગે પણ આના પર ચિંતા વ્યક્ત કરી છે.
ફેડ મિનિટ્સઃ વૈશ્વિક બજારો ફેડરલ રિઝર્વની આજની મીટિંગ પર નજર રાખીને બેઠા છે. ફેડ વ્યાજ દરમાં વધારો કરે તેવી શક્યતા છે. જેના કારણે બજારના સેન્ટિમેન્ટમાં ઘટાડો થયો છે.
આરબીઆઈ મિનિટ્સઃ આરબીઆઈએ આ મહિને એમપીસીની બેઠકની મિનિટ્સ આવશે. જેમાં રેટ વધશે કે નહીં તેના સંકેત મળશે. આઉપરાંત જી-20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગર્વનરની પ્રથમ બેઠકમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાના ભાષણ પર રહેશે.
અદાણી ગ્રુપમાં વેચવાલીઃ અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. અદાણી ગ્રુપે સ્ટોક મેનિપુલેશન તથા એકાઉન્ટ ફ્રોડનો ઈન્કાર કર્યો હોવા છતાં શેરમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. 24 જાન્યુઆરથી અત્યાર સુધીમાં અદાણીની નેટવર્થમાં 14.2 હજાર કરોડ ડોલરનો ઘટાડો થયો છે.
એફઆઈઆઈની વેચવાલીઃ વિદેશી સંસ્થાગત રોકાણકારો ચાલુ વર્ષની શરૂઆતથી જ વેચવાલી કરી રહ્યા છે. એફઆઈઆઈએ ચાલુ વર્ષે 337 કરોડ ડોલરના શેર વેચ્યા છે. હવે સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. ગત સપ્તાહે રોકાણકારોએ શેરની ખરીદી કરી હતી. કેટલાક એનાલિસ્ટનું માનવું છે કે શેરના ભાવમાં ઘટાડાના કારણે વિદેશી રોકાણકારો તેને રોકાણ માટે સોનેરી તક માની રહ્યા છે, જેતી વલણમાં બદલાવ આવ્યો છે.
ડિસેમ્બર ત્રિમાસિક પરિણામોઃ ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીઓનો નફો મિશ્ર રહ્યો. માંગમાં સુસ્તીના કારણે કમાણી અંદાજથી ઓછી રહી. કોમોડિટિ સેક્ટરની હાલત ખરાબ રહી. ઓટો સેક્ટરે ડિસેમ્બર 2022માં સારો દેખાવ કર્યો. જોકે એનાલિસ્ટ માની રહ્યા છે રવિ સીઝન અને સીપીઆઈ ઈન્ફ્લેશનમાં ઘટાડાથી માંગમાં તેજી આવી શકે છે.