(Source: ECI/ABP News/ABP Majha)
શેરબજારમાં શાનદાર શરૂઆત, સેન્સેક્સ 750 પોઈન્ટથી વધુ ઉછળીને 56,555 પર ખુલ્યો, નિફ્ટી 16900ને પાર
નિફ્ટીના ઘટતા શેરોમાં સિપ્લા 1.5 ટકા તૂટ્યો છે અને એશિયન પેઇન્ટ્સ 0.26 ટકા તૂટ્યો છે. ONGCમાં 0.24 ટકા અને સન ફાર્મામાં 0.13 ટકાના ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.
Stock Market Opening: શેરબજારમાં આજે જબરદસ્ત તેજી સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે અને તેમાં શાનદાર ઓપનિંગ જોવા મળી છે. અમેરિકન અને એશિયન બજારોની તેજીથી સ્થાનિક બજારને પણ ટેકો મળ્યો છે.
કેવી રીતે ખુલ્યું બજાર
આજે શેરબજારની શરૂઆત વખતે BSE સેન્સેક્સ 778.48 પોઈન્ટ અથવા 1.40 ટકાના ઉછાળા સાથે 56,555 પર ખુલવામાં સફળ રહ્યો છે. NSEનો નિફ્ટી ગઈકાલના ઘટાડા બાદ આજે 200 પોઈન્ટથી વધુ વધીને 16,876 પર ખુલ્યો છે.
નિફ્ટીમાં કેવી ચાલ છે?
જો તમે નિફ્ટીના શેરની મુવમેન્ટ પર નજર નાખો તો તેના 50માંથી 46 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને સવારે 9.30 વાગ્યે તે 16,941ના સ્તરે 278.75 પોઈન્ટ અથવા 1.67 ટકાનો ઉછાળો જોઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 770 પોઈન્ટ વધીને 35800ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.
ક્યા સ્ટોકમાં ઉછાળો
ઇન્ડસઇન્ડ બેન્ક 3.66 ટકા અને HDFC બેન્ક 3.48 ટકા ઉપર છે. એક્સિસ બેન્ક 2.48 ટકા અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ 2.82 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ટાટા મોટર્સ 2.72 ટકા ઉપર છે.
આ સ્ટોકમાં ઘટાડા સાથે ટ્રેડ
આજે, નિફ્ટીના ઘટતા શેરોમાં સિપ્લા 1.5 ટકા તૂટ્યો છે અને એશિયન પેઇન્ટ્સ 0.26 ટકા તૂટ્યો છે. ONGCમાં 0.24 ટકા અને સન ફાર્મામાં 0.13 ટકાના ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.
પ્રી-ઓપનિંગમાં બજાર
આજે બજારના પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ 778.48 પોઈન્ટ અથવા 1.40 ટકાના ઉછાળા સાથે 56,555 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટીમાં પ્રી-ઓપનિંગમાં જ 200 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો હતો અને તે 16860ની ઉપરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
ગઈ કાલે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું
ગઈકાલે એટલે કે મંગળવારે શેરબજાર જોરદાર ઘટાડા સાથે બંધ થયું હતું અને નિફ્ટી 200થી વધુ પોઈન્ટ તૂટીને બંધ થયો હતો.