(Source: ECI/ABP News/ABP Majha)
Suzlon Share Price: જાણો એવી કઈ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ કે જેના કારણે સુઝલોનના શેરમાં 20%ની અપર સર્કિટ લાગી ગઈ
કંપનીએ કહ્યું છે કે એસબીઆઈના ટ્રસ્ટીએ જાહેર કર્યું હતું કે સેબીના નિયમો મુજબ તેની પાસે અદાણી ગ્રીનના શેર છે.
Suzlon Share Price: ભારતીય શેરબજારના જાણીતા શેરોમાંના એક સુઝલોન એનર્જીમાં ગઈકાલે તોફાની ઉછાળો જોવા મળ્યો છે. સુઝલોન એનર્જી લિમિટેડનો શેર સોમવારે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં BSE પર 20% અપર સર્કિટ સાથે રૂ. 10.57 પર પહોંચ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં આ સ્ટૉકમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેરે 26% કરતા વધુનો વધારો દર્શાવ્યો છે.
છેલ્લા એક મહિનામાં સુઝલોન એનર્જીના શેરમાં લગભગ 37 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીએસઈ પર, આ એનર્જી સ્ટોક સોમવારે 19.98 ટકા ઉપરની સર્કિટ પર હતો. છેલ્લા એક સપ્તાહમાં તે લગભગ 32 ટકા ચઢ્યો છે. બજારમાં, તેને પેની સ્ટોક તરીકે ગણવામાં આવે છે.
શા માટે ગઈકાલે આવી તેજી?
SBI કેપિટલ માર્કેટ્સ ટ્રસ્ટીનો ખુલાસો ગઈકાલે સુઝલોનના શેરમાં ઉછાળાનું કારણ હોવાનું માનવામાં આવે છે. ટ્રસ્ટીએ સ્પષ્ટતા કરી છે કે તેમની પાસે રહેલા વધારાના શેર અદાણી ગ્રીન એનર્જીના નથી પરંતુ સુઝલોન એનર્જીના છે. અગાઉ, SBIના ટ્રસ્ટીએ કહ્યું હતું કે તેમની પાસે રહેલા વધારાના શેર અદાણી ગ્રીન એનર્જીના છે. હવે ટ્રસ્ટીએ કહ્યું છે કે તે ટાઇપિંગ મિસ્ટેક હતી. આ સ્પષ્ટતાના સમાચાર બહાર આવ્યા બાદ સુઝલોનના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી અને શેરમાં અપર સર્કિટ લાગી હતી.
સુઝલોન એનર્જીએ આજે 5 સપ્ટેમ્બરના રોજ એક્સચેન્જને માહિતી આપી હતી કે SBI ટ્રસ્ટીએ પ્રમોટરોના શેર અંગે જાહેરાત કરી હતી જેના કારણે મૂંઝવણની સ્થિતિ હતી. હવે આમાં સ્પષ્ટતા છે.
ટાર્ગેટ કંપનીનો ખોટો ઉલ્લેખ
કંપનીએ કહ્યું છે કે એસબીઆઈના ટ્રસ્ટીએ જાહેર કર્યું હતું કે સેબીના નિયમો મુજબ તેની પાસે અદાણી ગ્રીનના શેર છે. હકીકતમાં, ટાર્ગેટ કંપનીનો ઉલ્લેખ ખોટો હતો, તે કંપની સુઝલોન હતી. SBI CAP ટ્રસ્ટી REC લિ. અને ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિ. કન્સોર્ટિયમના ટ્રસ્ટી છે, જેણે સુઝલોનને ધિરાણ આપ્યું છે.