શોધખોળ કરો
Advertisement
ટાટા ગ્રુપ ચીનને આપશે મોટો ઝાટકો, હવે ભારતમાં જ બનાવશે મોબાઈલના તમામ પાર્ટ્સ
મોદી સરકારે આત્મનિર્ભર યોજના અંતર્ગત મોબાઈલ હેન્ડસેટ નિર્માતાઓને ભારતમાં નિર્માણ કરવા પીએલઆઈની જાહેરાત કરી છે.
ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સ પોતાની વિસ્તરણની યોજના અંતર્ગત પોતાનો કારોબાર દરેક સેક્ટરમાં વધારી રહી છે. પહેલા સુપર એપ દ્વારા ઓનલાઈન ગ્રોસરી કારોબારમાં ઉતરવાની યોજના હવે મોબાઈલના પાર્ટ્સ બનાવવા માટે પણ ટાટાએ કમર કસી લીધી છે. કંપની તમિલનાડુમાં તેના માટે નવા પ્લાન્ટ લગાવવા જઈ રહી છે.
આત્મનિર્ભર અભિયાનને પ્રોત્સાહન
મોદી સરકારે આત્મનિર્ભર યોજના અંતર્ગત મોબાઈલ હેન્ડસેટ નિર્માતાઓને ભારતમાં નિર્માણ કરવા પીએલઆઈની જાહેરાત કરી છે. જે બાદ અનેક કંપનીઓએ ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવાની ઓફર કરી છે. પરંતુ અત્યાર સુધી મોબાઈલના પાર્ટ્સ બનાવવા માટે કોઈ આગળ આવ્યું નથી. હાલમાં પણ મોબાઇલના પાર્ટ્સ બહારથી આવે છે. ટાટાની આ યોજના બાદ ભારતમાં તેનો કારોબાર વધવાની સાથે ચીનને પણ મોટો ઝાટકો આપશે. હાલમાં મોટી સંખ્યામાં ચીનથી જ મોબાઈલના પાર્ટ્સ ભારતમાં આવે છે.
1.5 અબજ ડોલરનો હશે પ્રોજેક્ટ
ટાટા સન્સનો આ પ્રોજેક્ટ અંદાજે 1.5 અબજ ડોલરનો હોઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર કંપની આ પ્રોજેક્ટ માટે 1.5 અબજ ડોલરની લોન લેવાની તૈયારીમાં છે. તેમાંથી 75 કરોડથી એક અબજ ડોલરની રકમ એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ દ્વારા લેશે. નવા પ્લાન્ટ અને કંપની માટે સીઈઓની પણ શોધખોળ ચાલી રહી છે.
એવિએશનમાં પણ થઈ રહ્યું છે વિસ્તરણ
એર એશિયા ભારતમાં ટાટા સન્સની સાથે પોતાનો કારોબાર ચલાવી રહી છે. તેમાં ટાટા સન્સની ભાગીદારી 51 ટકા છે. જ્યારે એર એશિયાની પાસે 49 ટકા ભાગીદારી છે. કંપનીએ વિતેલા મહિને જાપાનમાં પણ પોતાનો કારોબાર બંધ કરી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટાટા સન્સ એર એશિયા ઇન્ડિયાની બાકીની હિસ્સેદારી ખરીદવા પર વાત કરી રહી છે. કહેવાય છે કે, ટાટા સન્સ એર એશઇયામાં 100 ટકા હિસ્સેદારી ખરીદી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement