UPI: ટ્રાવેલર્સ માટે ખુશખબર, હવે જલદી વિદેશોમાં પણ આ UPI એપથી કરી શકશો પેમેન્ટ
ભારતમાં યુપીઆઇ (UPI) એપ્સનો વ્યાપક ઉપયોગ થાય છે. આજે દરેક વ્યક્તિના ફોનમાં ચોક્કસ UPI એપ છે. યુપીએઆઈના વધતા ઉપયોગને જોઈને ભારત સરકાર તેને વિદેશોમાં પણ લૉન્ચ કરવા પર કામ કરી રહી છે
UPI Tech News Updates: ભારતમાં યુપીઆઇ (UPI) એપ્સનો વ્યાપક ઉપયોગ થાય છે. આજે દરેક વ્યક્તિના ફોનમાં ચોક્કસ UPI એપ છે. યુપીએઆઈના વધતા ઉપયોગને જોઈને ભારત સરકાર તેને વિદેશોમાં પણ લૉન્ચ કરવા પર કામ કરી રહી છે. ઘણાબધા દેશોમાં UPI સેવા શરૂ કરવામાં આવી રહી છે. હવે આ દિશામાં ગૂગલ ઈન્ડિયા ડિજિટલે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઈન્ટરનેશનલ પેમેન્ટ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત વિદેશમાં રહેતા લોકો પણ Gpay દ્વારા UPI પેમેન્ટ કરી શકશે. IANSના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.
સેફ અને સુરક્ષિત ઇકોસિસ્ટમ પર આપવામાં આવી રહ્યું છે જોર
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતની જેમ વિદેશોમાં પણ UPI જેવું નેટવર્ક શરૂ કરવામાં આવશે જેથી કરીને લોકોને પેમેન્ટમાં કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે. Google Pay India, ડિરેક્ટર અને પાર્ટનરશિપ્સ દીક્ષા કૌશલે જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય બજારોમાં UPI ની પહોંચને વિસ્તારવામાં NIPL ને ટેકો આપવા માટે અમને અત્યંત આનંદ થાય છે. તેમણે કહ્યું કે Google Pay NPCI અને નાણાકીય ઇકોસિસ્ટમ માટે ગૌરવપૂર્ણ અને ઈચ્છુક ભાગીદાર છે અને NPCIના માર્ગદર્શન અને આ નવી ભાગીદારી સાથે, કંપની ચૂકવણીને સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાની તેની પ્રતિબદ્ધતા પૂરી કરશે.
આ સાથે કૌશલે એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે UPI એ વૈશ્વિક સમુદાયને દર્શાવ્યું છે કે જ્યારે આંતરસંચાલિત વસ્તી-સ્કેલ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રજૂ કરવામાં આવે છે ત્યારે અર્થતંત્રોમાં જે નોંધપાત્ર પરિવર્તન થાય છે. તેમણે કહ્યું કે જે પણ અર્થતંત્ર આ નેટવર્કનો ભાગ છે તે તેના વ્યક્તિગત ઘટકોના સરવાળા કરતાં વધુ અસર પેદા કરશે.
Google અને NPCI વચ્ચેની આ ભાગીદારી હાલના યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરતા દેશો વચ્ચે ચૂકવણી પ્રક્રિયાને સરળ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. તેની મદદથી વિદેશી વિક્રેતાઓ પણ ભારતીયો સુધી પહોંચી શકશે અને લોકો સરળતાથી ફંડ વગેરે ટ્રાન્સફર કરી શકશે. તેનાથી યુપીઆઈની વૃદ્ધિમાં વધુ સુધારો થશે.