વિશ્વના ક્યા દેશમાં ઈન્ટરનેટ ડેટા છે સૌથી મોંઘો ? 1 GB ડેટાના અધધધ 3700 રૂપિયા, ભારતમાં સૌથી મોંઘા પ્લાનમાં શું છે રેટ ?
ભારતમાં ડેટાનો એવરેજ ભાવ ૦.૬૮ ડૉલર (૫૦ રૂપિયા) નોંધાયો છે. બ્રિટિશ કંપની કેબલે આ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

મુકેશ અંબાણીએ 4G ડેટા અને વોયસ કોલિંગની સાથે રિલાયન્સ જિઓ લોન્ચ કર્યું હહતું. તેની સાથે જ ટેલીકોમ માર્કેટમાં પાઈવ વોર જામી હતી. જિઓ પહેલા ભારતીય બજારમાં 1 GB 3G ડેટા માટે સરેરાશ 250 રૂપિયા મહિને આપવા પડતા હતા. 1 GB 2G ડેટા માટે એ સમયે અંદાજે 100 રૂપિયા આપવા પડતા હતા. જિઓ આવ્યા બાદ અન્ય કંપનીઓએ પણ ડેટાના રેટ ઓછા કરવા પડ્યા. એક સમય હતો જ્યારે ભારત વિશ્વમાં સૌથી સસ્તું ઇન્ટરનેટ ડેટા આપતો દેશ બની ગયો હતો. જોકે ભારતનો સમાવેશ હવે સૌથી સસ્તું ઈન્ટરનેટ પુરું પાડનારા દેશમાં નથી થતો. કંપનીઓએ ડેટાનો ભાવ વધાર્યો એટલે સૌથી સસ્તું ઈન્ટરનેટ આપનારા દેશોના લિસ્ટમાં ભારતનો ક્રમ ૨૮મો નોંધાયો છે. આગળ વાંચો ક્યા દેશમાં સૌથી સસ્તામાં ઇન્ટરનેટ ડેટા મળે છે.
ભારતમાં ડેટાનો એવરેજ ભાવ ૦.૬૮ ડૉલર (૫૦ રૂપિયા) નોંધાયો છે. બ્રિટિશ કંપની કેબલે આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે ભારતમાં અમુક પ્લાન હેઠળ સસ્તો ડેટા માત્ર ૦.૦૫ ડોલર (૪ રૂપિયા)માં મળે છે, જ્યારે સૌથી મોંઘો ડેટા ૨.૭૩ ડૉલર (૨૦૩ રૂપિયા) નોંધાયો હતો.
ભારતમાં ૨૦૨૦માં ડેટાનો સરેરાશ ભાવ ૦.૦૯ ડૉલર (૬.૭૦ રૂપિયા) હતો. તેમાં આ વર્ષે સાડા સાત ગણો વધારો થયો છે. સૌથી સસ્તો ડેટા ઈઝરાયેલમાં છે. ત્યાં સરેરાશ ભાવ ૦.૦૫ ડૉલર છે. એ પછી બીજો ક્રમ કિર્ગિઝસ્તાનનો છે.
રિપોર્ટમાં કુલ ૨૩૦ દેશોના ઈન્ટરનેટ પ્લાનની વિગતો રજૂ કરવામાં આવી હતી. સૌથી મોંઘુ ઈન્ટરનેટ ઈક્વેટોરિયલ ગુયાના દેશમાં નોંધાયુ છે. ત્યાં ડેટાનો ભાવ ૪૯.૬૭ ડૉલર (૩૭૦૦ રૂપિયા) નોંધાયો છે.
સૌથી મોંઘુ ઈન્ટરનેટ
| દેશ | ૧ જીબીનો |
| - | ભાવ (રૂ.) |
| ઈકેવેટોરિયલ ગુયાના | ૩૭૦૦ |
| ફાલકાલેન્ડ | ૩૩૧૯ |
| સેન્ટ હેલેના | ૨૯૫૫ |
| સાઓ ટોમ | ૨૩૦૬ |
| માલાવી | ૧૮૯૬ |
દેશ 1 જીબીનો
| દેશ | ૧ જીબીનો |
| - | ભાવ (રૂ.) |
| ઈઝરાયેલ | ૩.૭૨ |
| કિર્ગિઝસ્તાન | ૧૧ |
| ફિજી | ૧૪ |
| ઈટાલી | ૨૦ |
| સુદાન | ૨૦ |





















