શોધખોળ કરો

136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર

Bank Strike: 136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો ચાલુ રહેશે. અંગ્રેજ શાસન વખતે રવિવારની રજાનો પ્રારંભ થયો હતો, ત્યારથી દેશભરની બેંકો અને સરકારી કચેરીઓમાં રવિવારના દિવસે રજા રહે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સોમવારની હડતાળ પૂર્વે, ૧૩૬ વર્ષે રવિવારે બેંકો ખુલી.
  • પ્રોત્સાહન, પાંચ દિવસીય સપ્તાહ માંગણી પર સોમવારથી બેંક હડતાળ.
  • જાહેર ક્ષેત્રની બેંકો આજે રવિવારે ખુલી, ખાનગી બેંકો બંધ.

Bank Strike: 136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો ચાલુ રહેશે. અંગ્રેજ શાસન વખતે રવિવારની રજાનો પ્રારંભ થયો હતો, ત્યારથી દેશભરની બેંકો અને સરકારી કચેરીઓમાં રવિવારના દિવસે રજા રહે છે. સોમવારથી બેંકોની ત્રણ દિવસીય હડતાળ ચાલુ થાય તે પહેલા રવિવારે રાષ્ટ્રીકૃત બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખૂલી રાખવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયને કહ્યું કે બેંક કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે પ્રોત્સાહનની યોજનામાં ભેદભાવની નીતિ સામે તેમજ પાંચ દિવસના સપ્તાહની 11 વર્ષ જૂની માગ સાથે કાલથી 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં 50 હજાર બેંક કર્મચારીઓ હડતાળ પર જશે.

 

2015માં જ્યારે બેંક કર્મચારીઓએ મહિનાના ચારેય શનિવારની રજાની માગ કરી હતી ત્યારે IBAA સરકારની મંજૂરીથી મહિનામાં બીજો અને ચોથો શનિવારે બેંક બંધ રાખવાનું ઠરાવાયું હતું. તો વર્ષ 2020માં આ માગ અંગે 12માં દ્રિપક્ષીય કરારમાં નિર્ણયનો પ્રસ્તાવ મૂકાયો. પરંતું નાણા મંત્રાલયે આજ સુધી કોઈ નિર્ણય ન લેતા નાછૂટકે હડતાળ પર ઉતરતા હોવાનો દાવો કર્યો. તો બીજી તરફ કેટલીક ખાનગી બેંકોએ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. કેટલીક ગ્રામીણ બેંકો પણ આજે ચાલુ રહેશે. 

આ પણ વાંચો...8મું પગાર પંચ: લઘુત્તમ પગાર ₹18,000થી વધીને કેટલો થશે? જુઓ ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી

રવિવારે કેમ ખુલ્લી છે બેંક?

ખરેખર, સોમવાર 28 સપ્ટેમ્બરથી લઈને બુધવાર 30 સપ્ટેમ્બર સુધી બેંક યુનિયને હડતાળની જાહેરાત કરી છે. આ 3 દિવસની હડતાળ છે. શનિવાર, 26 સપ્ટેમ્બરે તો પહેલેથી જ બેંકની રજા હતી, એવામાં લોકોનું કામ સળંગ 5 દિવસ સુધી અટકી ના જાય એટલા માટે રવિવારે બેંક ખોલવી જરૂરી હતી.   

શું બધી બેંકો ખુલ્લી રહેશે?

આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક જેવી તમામ સરકારી બેંકો તો ખુલ્લી રહેશે જ. સાથે જ ગ્રામીણ બેંકો પણ ખુલ્લી રહેવાની છે. પરંતુ પ્રાઈવેટ બેંકો ખુલ્લી રહે એ જરૂરી નથી. એવામાં આજે HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક અને અન્ય બેંકો બંધ રહી શકે છે.   

આજે કેટલા વાગ્યા સુધી ખુલ્લી રહેશે બેંક?

આજે બીજા દિવસોની જેમ જ બેંક સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેવાની છે. આ સમય વચ્ચે જ તમારે બેંકના તમામ કામ પતાવી લેવા જોઈએ. ત્યારબાદ તો આગામી 3 દિવસ સુધી કોઈ પણ કામ થઈ શકશે નહીં.   

હડતાળ વચ્ચે કઈ બેંકો ખુલ્લી રહેશે?

સહકારી બેંકિંગ સાથે જોડાયેલી પ્રમુખ સંસ્થાઓ જેવી કે NAFCUB, NUCFDC અને NAFSCoB એ સ્પષ્ટ કર્યું છે કે સહકારી બેંકો ત્રણ દિવસની આ હડતાળમાં સામેલ થશે નહીં. એવામાં આ બેંકો 3 દિવસ બંધ રહેવાની નથી, પરંતુ આજે બંધ રહેશે કારણ કે આજે રવિવાર છે. 

Frequently Asked Questions

શા માટે આજે રવિવારે બેંકો ખુલ્લી રહેશે?

સોમવારથી ત્રણ દિવસીય બેંક હડતાળ શરૂ થતી હોવાથી, શનિવારની રજા બાદ લોકોના કામ પાંચ દિવસ સુધી અટકી ન પડે તે માટે રવિવારે બેંકો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે.

કઈ બેંકો આજે રવિવારે ખુલ્લી રહેશે?

આજે SBI, PNB, BoB જેવી સરકારી અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખુલ્લી રહેશે. ખાનગી બેંકો ખુલ્લી રહેવાની શક્યતા ઓછી છે.

બેંક કર્મચારીઓ શા માટે હડતાળ પર ઉતર્યા છે?

બેંક કર્મચારીઓ પ્રોત્સાહનની યોજનામાં ભેદભાવ અને 11 વર્ષ જૂની પાંચ દિવસના સપ્તાહની માગણી સાથે હડતાળ પર ઉતર્યા છે. નાણા મંત્રાલયે નિર્ણય ન લેતા તેઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો.

આજે રવિવારે બેંકો કેટલા વાગ્યા સુધી ખુલ્લી રહેશે?

આજે રવિવારે બેંકો સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ગ્રાહકોએ આ સમય દરમિયાન જ પોતાના બેંકના તમામ કામ પતાવી લેવા જોઈએ.

Advertisement

ટોપ સ્ટોરી

Gold Sliver Price Today: સોનાના ભાવમાં ફરી વધારો, ચાંદીના ભાવમાં ઘટાડો! જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત
Gold Sliver Price Today: સોનાના ભાવમાં ફરી વધારો, ચાંદીના ભાવમાં ઘટાડો! જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત
નોકરી છોડ્યા પછી તમને કેટલા સમય સુધી મળે છે PF વ્યાજ ? જાણો EPFO​​ના નિયમો
નોકરી છોડ્યા પછી તમને કેટલા સમય સુધી મળે છે PF વ્યાજ ? જાણો EPFO​​ના નિયમો
Rule Change 1st December: LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી.....1 ડિસેમ્બરથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change 1st December: LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી.....1 ડિસેમ્બરથી થશે આ પાંચ મોટા ફેરફાર
રિટાયરમેન્ટ પછી દર મહિને મળશે આવક! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરશો તો કેટલી થશે કમાણી?
રિટાયરમેન્ટ પછી દર મહિને મળશે આવક! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરશો તો કેટલી થશે કમાણી?
Advertisement

વિડિઓઝ

અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!
Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget