શોધખોળ કરો

Yes Bankના ગ્રાહકોમાં ફફડાટ, RBIની જાહેરાત બાદ ATMની બહાર જોવા મળી લાંબી લાઈનો

ગુજરાત, મહારાષ્ટ્ર, અને રાજસ્થાન સહિત દેશના વિભિન્ન ભાગોમાં લોકો અડધી રાત્રે એટીએમની બહાર જોવા મળ્યા હતાં. જોકે ઘણી જગ્યાએ એટીએમ બંધ હતા

અમદાવાદ: RBI દ્વારા યસ બેન્ક પર પ્રતિબંધ મૂક્યા બાદ ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. અડધી રાતથી ખાતેદારો એટીએમમાંથી પૈસા કાઢવા માટે મોડી રાતે લાઈનમાં ઉભા રહી ગયા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, અને રાજસ્થાન સહિત દેશના વિભિન્ન ભાગોમાં લોકો અડધી રાત્રે એટીએમની બહાર જોવા મળ્યા હતાં. જોકે ઘણી જગ્યાએ એટીએમ બંધ હતા જ્યારે ઘણી જગ્યાએ યસ બેન્કના એટીએમમાં કેશ નહોતી. આજે યસ બેન્કના શેરમાં 25 ટકાનો કડાકો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ બેન્કના બોર્ડ ઓફ ડાયરેકટર્સને ભંગ કરતા એડમિનિસ્ટ્રેટર એપોઈન્ટ કરી દીધા છે. આરબીઆઈએ આદેશ બાદ બેન્કના ગ્રાહકો 50,000 રૂપિયા જ ઉપાડી શકશે. આરબીઆઈના આ જાહેરાત બાદ યસ બેન્કના ગ્રાહોકમાં ફફડાટ જોવા મળ્યો હતો અને તેઓ એટીએમના ચક્કર લગાવી રહ્યા હતાં. એટીએમની બહાર હાજર લોકોએ કહ્યું હતું કે, અમને આની માહિતી આપવામાં આવી નહીં. પૈસા કાઢવા માંગતા હતા પરંતુ એટીએમમાં પૈસા જ નહોતાં. અમે મુશ્કેલીમાં છીએ હોળી આવી રહી છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રીના સૂત્રોએ પ્રમાણે, એસબીઆઈ યસ બેન્કને બેલઆઉટ કરવા તૈયાર છે. ત્યારબાદ આરબીઆઈ અને સરકારની તરફથી યસ બેન્કને લઈ આ નિર્ણય લેવાયો હતો. હવે યસ બેન્કનું નેતૃત્વ આવતાં મહિને એસબીઆઈ દ્વારા નિમણૂંક કરાયેલા પ્રશાંત કુમાર કરશે. તેઓ એસબીઆઈના પૂર્વ ચીફ ફાઈનાન્સ ઓફિસર રહી ચૂક્યા છે. ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, યસ બેન્કના થાપણદારોના હિતોને સંપૂર્ણ સુરક્ષા અપાશે. ભયભીત થવાની કોઇ જરૂર નથી. નાણા મંત્રાલયના આદેશ પછી જારી કરેલા નિવેદનમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે, બેન્કની પુનઃરચના અથવા તો વિલીનીકરણ માટે આગામી થોડા દિવસમાં યોજના ઘડી કઢાશે. 30 દિવસના આર્થિક પ્રતિબંધનો ગાળો પૂરો થાય તે પહેલાં યોજનાને અંતિમ સ્વરૂપ અપાશે. આગામી એક મહિના સુધી થાપણદાર બેન્કમાંથી રૂપિયા 50,000નો ઉપાડ જ કરી શકશે. ગ્રાહક બેન્કમાં ગમે તેટલાં ખાતાં ધરાવતો હશે પરંતુ તે રૂપિયા 50,000ની મર્યાદામાં જ ઉપાડ કરી શકશે. જો કોઇ થાપણદારના બેન્ક પાસે લેણા નાણા હશે તો સંબંધિત ખાતાઓમાં એડજસ્ટમેન્ટ કર્યા પછી જ તેને તે નાણાની ચુકવણી કરાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget