Sonia Gandhi Covid Positive: સોનિયા ગાંધી થયા કોરોનાગ્રસ્ત, સંપર્કમાં આવ્યા બાદ લખનઉથી દિલ્લી પરત ફર્યા પ્રિયંકા
Sonia Gandhi Covid Positive: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી પણ તેમના સંપર્કમાં આવ્યા હતા
Sonia Gandhi Covid Positive: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી પણ તેમના સંપર્કમાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ લખનૌથી દિલ્હી પરત આવી ગયા છે. હાલમાં તેનો ટેસ્ટ કરવામાં આવ્યો નથી.
સોનિયામાં કોરોનાના હળવા લક્ષણો
કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં સોનિયા ગાંધીની પાર્ટીના ઘણા નેતાઓ મળ્યા છે. તેમાંથી કેટલાક નેતાઓ પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. સોનિયા ગાંધીમાં હળવા તાવના લક્ષણો જોવા મળ્યા, ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. આ પછી સોનિયા ગાંધીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. પોઝિટિવ મળ્યા પછી, સોનિયાએ પોતાને અલગ કરી લીધા છે અને દરેકને સાવચેતી રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે.
પ્રિયંકા ગાંધીએ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી, જે બાદ તેઓ સાવચેતીના ભાગરૂપે લખનૌથી દિલ્હી પરત ફરી રહ્યાં છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ સોનિયા ગાંધી વિશે કહ્યું કે, સોનિયા ગાંધીની સારવાર કરવામાં આવી રહી છે, સોનિયા અત્યારે ઠીક છે. તેણે કહ્યું કે, સોનિયા ગાંધીએ મને કહ્યું છે કે તે 8 જૂને ED સમક્ષ હાજર થશે. સોનિયા ગાંધીએ ગયા દિવસે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેઓ કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. આગામી 3-4 દિવસ પછી સોનિયા ગાંધીનો ફરીથી ટેસ્ટ કરાવવામાં આવશે.
પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ આપી અજીબ સલાહ, કહ્યુંઃ એક વર્ષમાં બે વખત IPL રમાવી જોઈએ
T20 World Cup: ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ સલાહ આપી છે કે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટી20 ફોર્મેટમાં (T20 Format) રમાનારી દ્વિપક્ષીય સીરીઝ ના રમાવી જોઈએ. રવિ શાસ્ત્રીના મત મુજબ ફક્ત વિશ્વ કપ (T20 World Cup) પુરતી જ આવી સીરીઝને સીમિત રાખવી જોઈએ. તેમણે આ વાત ભાત દક્ષિણ આફ્રીકા (IND vs SA) વચ્ચે રમાનારી 5 મેચોની ટી20 સીરીઝ પહેલાં જણાવી છે. આ સાથે તેમણે એ સલાહ પણ આપી કે, આઈપીએલ વર્ષમાં 2 વખત યોજાવી જોઈએ.
ટી20માં ઘણી દ્વિપક્ષીય ક્રિકેટ રમાય છેઃ
શાસ્ત્રીએ ઈએસપીએન ક્રિકઈન્ફો સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે, "ટી20માં ઘણી દ્વિપક્ષીય ક્રિકેટ રમાતી હોય છે. હું જ્યારે ભારતીય ટીમનો કોચ હતો ત્યારે પણ મેં આ વાત મુકી હતી. આઈપીએલના આગામી 5 વર્ષના મીડિયા અને બ્રોડકાસ્ટ રાઈટ્સ જૂન મહિનામાં વેચવામાં આવશે" એવામાં રવિ શાસ્ત્રીએ આઈપીએલના ભવિષ્ય અંગે કહ્યું કે, "આ ભવિષ્ય છે. આઈપીએલની કુલ 140 મેચોને 70-70 મેચોમાં ભાગ પાડવો જોઈએ અને તેથી તમને આઈપીએલના બે સીઝન જોવા મળી શકે છે"
આ ઓવરડોઝ નહી થાયઃ
રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, તમે વિચારી શકો છો કે આ વધારે થઈ જશે પરંતુ ભારતમાં કંઈ પણ ઓવરડોઝ થતું નથી. મેં બાયો-બબલ બહાર લોકોને જોઈ ચુક્યો છું. કોરોનાથી બહાર આવ્યા બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી હું જોઉં છુ કે, કઈ રીતે કોરોનાની સમીક્ષા કરી છે અને તેઓ કઈ રીતે દરેક પળને માણે છે આ સાથે કોરોના ખત્મ થયા બાદ તેમને નિરાશ પણ થઈ રહી છે. શાસ્ત્રીએ કહ્યું કે, ટી20 ક્રિકેટ ફુટબોલની જેમ હોવી જોઈએ. તમે ફક્ત વિશ્વ કપ રમો છો. દ્વિ પક્ષીય ટૂર્નામેન્ટને કોઈ યાદ નથી રાખતું.