શોધખોળ કરો
Advertisement
Covid-19 Vaccine: ચીનની ફાર્મા કંપનીએ કોરોનાની રસીને લઈ કર્યો મોટો દાવો, જાણો વિગત
હાલ વિશ્વના અલગ અલગ દેશોમાં 52 વેક્સીનનું માણસો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી 11 વેક્સીનનું પરીક્ષણ અંતિમ તબક્કામાં છે.
બેઇજિંગઃ ચીનની ફાર્મા કંપની સિનોફાર્મે બુધવારે મોટો દાવો કર્યો છે. જે મુજબ, વેક્સીનના ત્રીજા તબક્કાની પરીક્ષણ ડેટા અપેક્ષાથી વધારે સારા સાબિત થયા છે. સિનોફાર્મની યૂનિટ ચાઇના નેશનલ બાયોટેક ગ્રુપની બે વેક્સીન ત્રીજા તબક્કાના પરીક્ષણમાં સામેલ છે.
સિનોફાર્મની ચાઇના નેશનલ બાયોટેક ગ્રુપ ચીન સિવાય સંયુક્ત આરબ અમીરત, બહેરીનમાં હાલ ત્રીજા તબક્કાની બે વેક્સીનનું પરીક્ષણ કરી રહી છે અને 50 હજારથી વધારે વોલેંટિયર પર તેનું પરીક્ષણ ખતમ થવાનું છે. સિનોફાર્મે સોશિયલ મીડિયા વીચેટ પર એક નિવેદનમાં જણાવ્યુંસ પરીક્ષણ ખતમ થવા નજીક છે. જોકે કંપનીએ હજુ અપેક્ષાથી વધારે સારો આંકડો જાહેર કર્યો નથી.
કોવિડ-19 રસીની દોડમાં ભારત અને ચીન સહિત અનેક દેશોની કંપનીઓ સામેલ છે. ભારતમાં 10થી વધારે કંપનીઓ પરીક્ષણ કરી રહી છે. હાલ વિશ્વના અલગ અલગ દેશોમાં 52 વેક્સીનનું માણસો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી 11 વેક્સીનનું પરીક્ષણ અંતિમ તબક્કામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement