શોધખોળ કરો

Blast In Kerala: કેરળના અર્નાકુલમમાં પ્રાર્થના સભામાં ભયંકર બ્લાસ્ટ, 35થી વધુ ઘાયલ, એકનું મૃત્યુ

સ્થાનિક લોકોએ જણાવ્યું કે કન્વેન્શન સેન્ટરમાં ત્રણ દિવસીય કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ હતો. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે હોલમાં બે હજારથી વધુ લોકો હાજર હતા.

Blast In Kerala: કેરળમાં એક ખ્રિસ્તી સભામાં જોરદાર બ્લાસ્ટ થયો છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, રાજ્યના એર્નાકુલમમાં કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં એક મીટિંગ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં  એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 20 ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા છે. આ ઘટનામાં  મૃત્યુઆંક વધી શકે છે. ક્ન્વેંશન સેન્ટરમાં  યહોવાહની પ્રાર્થના ચાલી રહી હતી.

પોલીસને ફોન કરીને મદદ માંગી

હાલ, કેરળ પોલીસ દ્વારા આ વિસ્ફોટને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એક અધિકારીએ જણાવ્યું કે સવારે 9 વાગ્યે વિસ્ફોટ થયા બાદ પોલીસને મદદ માટે ફોન આવવા લાગ્યા. તરત જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની સાથે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. વિસ્ફોટ બાદ સેંકડો લોકો પોલીસની મદદ માટે એકઠા થયા હતા. આનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો જમીન પર પડેલા જોવા મળી રહ્યા છે.

3-4 બ્લાસ્ટ થયા

સ્થાનિક લોકોએ જણાવ્યું કે કન્વેન્શન સેન્ટરમાં ત્રણ દિવસીય કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ હતો. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે હોલમાં બે હજારથી વધુ લોકો હાજર હતા. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે એક પછી એક 3-4 બ્લાસ્ટ થયા જેમાં ઘણા લોકો ઘાયલ થયા.

NIA તપાસ કરશે

આ શ્રેણીબદ્ધ વિસ્ફોટો અંગે કેરળ પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે, હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાની નોંધ લીધી છે. બ્લાસ્ટની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કરશે. NIAની ફોરેન્સિક ટીમ  ઘટનાસ્થળે પહોંચી છે.

અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના અંગે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, તેમણે આ વિસ્ફોટની તમામ માહિતી એકત્ર કરી લીધી છે. મુખ્યમંત્રીએ તેમને પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા છે અને એ પણ જાણે છે કે પોલીસ ઘાયલોને શક્ય તમામ મદદ પૂરી પાડવા અને સ્થળ પર રાહત અને બચાવ કરવામાં સક્રિય રીતે વ્યસ્ત છે. શાહે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

શું કહ્યું કેરળના મંત્રીએ

કેરળના ઉદ્યોગ મંત્રી અને કલામાસેરીના ધારાસભ્ય પી રાજીવે આ ઘટના અંગે કહ્યું છે કે અધિકારીઓને તમામ શક્ય મદદ પૂરી પાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.તેમણે કહ્યું, 'મેં તમામ અધિકારીઓ સાથે વાત કરી છે. તમામ સૂચનાઓ જાહેર કરી દેવામાં આવી છે. વિસ્ફોટના કારણ વિશે અમને હજુ સુધી માહિતી મળી નથી. તપાસ થવા દો. હાલ કોઈને પણ ઘટના સ્થળે જવાની પરવાનગી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget