શોધખોળ કરો

Lok Sabha Election 2024: અસમમાં સીટની વહેંચણી મુદ્દે ફાઇનલ થયો આ આંકડો, જાણો બીજેપી કેટલી બેઠક પરથી લડશે

Lok Sabha Election 2024: આસામમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી 11 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. સીએમ હિમંતાએ કહ્યું છે કે બાકીની ત્રણ સીટો એનડીએ સહયોગી એજીપી અને યુપીપીએલને આપવામાં આવી છે.

Lok Sabha Election 2024: દેશમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી પક્ષો વચ્ચે આસામમાં સીટ વહેંચણીને લઈને સમજૂતી થઈ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ગુરુવારે આ માહિતી આપી હતી. આ કરાર અનુસાર, ભાજપ આસામની 11 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે તેની સહયોગી આસોમ ગણ પરિષદ (એજીપી) બે બેઠકો પર ચૂંટણી લડશે અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL) એક બેઠક પર ચૂંટણી લડશે. AGP બારપેટા અને ધુબરીથી ચૂંટણી લડશે, જ્યારે UPPL કોકરાઝારમાં તેના ઉમેદવાર ઉભા કરશે.                          

 હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સહયોગી તમામ 14 મતવિસ્તારોમાં એકબીજાના ઉમેદવારોને સમર્થન આપશે. હિમંતા બિસ્વા શર્માએ બીજેપી સ્ટેટ યુનિટ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું, “ગઈ કાલે, બીજેપીના રાજ્ય એકમના વડા ભાવેશ કલિતા અને મેં  અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહ સાથે બેઠકની  વહેંચણી અંગે વાત કરી હતી                                                                                .

આસામમાં 14માંથી 11 સીટો જીતવાની આશા

તેમણે કહ્યું કે,      UPPL એ કોકરાઝાર સીટ માટે વિનંતી કરી હતી, જેના માટે ભાજપે સંમતિ આપી છે. મુખ્ય મંત્રી  હિમંતાએ વધુમાં જણાવ્યું હતું કે, “રાજ્યભરમાં તેનો આધાર ધરાવતી AGP વધુ બેઠકો ઇચ્છતી હતી, પરંતુ મેં તેમને આ વખતે બે બેઠકો પરથી ચૂંટણી લડવાની અમારી કેન્દ્રીય નેતાગીરીની વિનંતી વિશે જાણ કરી અને તેઓએ અમારી વિનંતી સ્વીકારી. રાજ્યની કુલ 14 બેઠકોમાંથી અમને 11 બેઠકો જીતવાની આશા છે.                

આસામમાંથી હાલની સ્થિતિની વાત કરીએ તો આઉટગોઇંગ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના નવ સાંસદો છે, જ્યારે AGP અને UPPL પાસે કોઈ પ્રતિનિધિત્વ નથી. કોંગ્રેસ પાસે ત્રણ સીટ છે, AIUDF પાસે એક સીટ છે, જ્યારે એક સીટ અપક્ષ ઉમેદવાર પાસે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget