શોધખોળ કરો

Heat wave : દેશમાં હિટવેવનો હાહાકાર, હિટ સ્ટ્રોકથી 270 લોકોના મોત, આ બંને રાજ્યોમાં સૌથી વધુ મૃત્યુ

દેશના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમીનું મોજું (Heat wave)  ફરી વળ્યું છે. જેના કારણે 270થી વધુ લોકોનાં મૃત્યુ થયાના અહેવાલ છે. એકલા ઉત્તર પ્રદેશમાં 160 થી વધુ લોકોના મોત થયા છે. ગઈકાલે યુપીમાં 162, બિહારમાં 65 અને ઓડિશામાં 41 લોકો મૃત્યુ પામ્યા હતા. 

 Heat wave :હાલમાં દેશના અનેક ભાગોમાં ગરમીએ પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે.  હિટ વેવ ( Heat Wave)ના  કારણે સામાન્ય માનવીનું જીવન મુશ્કેલ બની ગયું છે. આગની ભઠ્ઠીની જેમ સળગતી ધરતીએ લોકોને લાચાર બનાવી દીધા છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ગરમીના કારણે એક ડઝન લોકોના મોત થયા છે. તાજેતરના અહેવાલ મુજબ, હાલ સમગ્ર દેશમાં અસહ્ય ગરમી સાથે અસહ્ય ગરમીનું મોજું ચાલી રહ્યું છે. જેના કારણે ઘણા રાજ્યોમાં ડઝનબંધ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના વિવિધ રાજ્યોમાં અત્યાર સુધીમાં 270 થી વધુ લોકો હીટ વેવના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં 162 લોકોના મોત થયા છે, જ્યારે બિહારમાં ગરમીના કારણે 65 લોકોએ જીવ ગુમાવ્યા છે.

દેશના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમીનું મોજું (Heat wave)  ફરી વળ્યું છે. જેના કારણે 270થી વધુ લોકોનાં મૃત્યુ થયાના અહેવાલ છે. એકલા ઉત્તર પ્રદેશમાં 160 થી વધુ લોકોના મોત થયા છે. ગઈકાલે યુપીમાં 162, બિહારમાં 65 અને ઓડિશામાં 41 લોકો મૃત્યુ પામ્યા હતા.  ઝારખંડની રાજધાની રાંચીમાં પણ 11 લોકોએ જીવ ગુમાવ્યા

ગરમીના કારણે અનેક વિસ્તારોમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આવી સ્થિતિમાં સ્થાનિક વહીવટીતંત્ર લોકોને બિનજરૂરી બહાર નીકળવાથી રોકી રહ્યું છે. ગઈકાલે જ બિહારની એક હોસ્પિટલમાં ગરમીના કારણે માત્ર 2 કલાકમાં 16 લોકોના મોત થયા હતા. જેના કારણે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. તેની પાછળનું સૌથી મોટું કારણ ઉચ્ચ તાપમાન હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે બિહારના ઘણા જિલ્લાઓમાં તાપમાન 44 ડિગ્રીથી વધુ છે. બક્સરમાં સૌથી વધુ તાપમાન 47 ડિગ્રીથી વધુ નોંધાયું હતું.

બિહાર ઉપરાંત રાજસ્થાન, ઝારખંડ અને ઓરિસ્સામાં પણ ગરમીએ કહેર મચાવ્યો છે.  છેલ્લા 24 કલાકમાં ઝારખંડમાં 5, રાજસ્થાનમાં 5 અને ઓરિસ્સામાં 10 લોકોના મોત થયા છે. સરકારે ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે આકરી ગરમી હજુ યથાવત રહેશે. જો દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં પણ તાપમાન 46 અને 47ની આસપાસ નોંધાયું છે. આ ઉપરાંત ગરમીના કારણે પાણીની પણ અછત સર્જાઈ છે.

બિહારના (Bihar) ઘણા શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીની અસર જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ઔરંગાબાદમાં ગરમીના કારણે 12 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 20થી વધુ લોકો વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અધિકારીઓએ જણાવ્યું કે બિહારના અરવાલ, બક્સર, રોહતાસ અને બેગુસરાઈ જિલ્લામાં ગરમીના મોજાને કારણે આઠ લોકોના મોત થયા છે. મૃત્યુની સંખ્યાની પુષ્ટિ કરતી વખતે, રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે સ્પષ્ટ કર્યું કે મૃત્યુનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Embed widget