શોધખોળ કરો

આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ ગાંધીનગરમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના પ્રવાસે પહોંચ્યા છે.
  • તેઓ ધાર્મિક, સામાજિક કાર્યક્રમો, મંદિરોમાં પૂજામાં જોડાશે.
  • ગૃહમંત્રી શાહ મનપા મેયર નામ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરશે.
  • OBC અનામત મેયર પદ માટે 7 નામો રેસમાં છે.

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ ગાંધીનગરમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે. પોતાના પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી શાહ રૂપાલ અને માણસા ખાતે આવેલા માતાજીના મંદિરોમાં પૂજા-અર્ચના કરશે. આ ઉપરાંત, તેઓ શિવજીની પ્રતિમાનું અનાવરણ કરશે તેમજ સ્થાનિક ગરબા મહોત્સવમાં પણ ભાગ લેશે.

 

તમને જણાવી દઈએ કે,   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે 5.45 વાગે ગાંધીનગર જિલ્લાના જાણીતા યાત્રાધામ રૂપાલ ખાતે પહોંચશે. જ્યાં તેઓ વરદાયિની માતાના મંદિરે પૂજા કરશે. ત્યારબાદ મંદિર પરિસરમાં નિર્માણ પામેલી ભગવાન શિવની 81 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનો શિલાન્યાસ કરશે.  રૂપાલ બાદ તેઓ સાંજે 7.15 વાગે પોતાના વતન માણસામાં બહુચર માતાના મંદિરે પહોંચશે. નોંધનિય છે કે, નવરાત્રિ પર્વ દરમિયાન તેઓ દર વર્ષે પોતાના વતન માણસામાં તેમના પરિવારના કુળદેવી બહુચર માતાનાં દર્શને આવે છે.

ગૃહમંત્રી શાહના આ પ્રવાસને પગલે ગાંધીનગરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયરની પસંદગીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવી દ્રઢ શક્યતા સેવાઈ રહી છે કે ગૃહમંત્રી શાહ સાથે ગાંધીનગર મનપાના મેયરના નામ અંગે મહત્વની બેઠક અને ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચો...ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

મહત્વનું છે કે ગાંધીનગર મનપાના મેયર માટે અઢી વર્ષની પ્રથમ ટર્મ OBC માટે અનામત છે. હાલમાં મેયર પદ માટે કુલ 7 નામો ચર્ચામાં છે, જેમાંથી 4 દાવેદારો રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે:

ધર્મેન્દ્ર નાયી: વોર્ડ નં. 10ની OBC બેઠક પરથી ચૂંટાયેલા ધર્મેન્દ્ર નાયી મેયર પદની રેસમાં સૌથી આગળ હોવાનું મનાય છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા પાયાના કાર્યકર તરીકે તેમની પસંદગી થવાની પ્રબળ શક્યતા છે.

કનૈયાલાલ દેસાઈ: વોર્ડ નં. 5ની OBC બેઠક પરથી વિજેતા થયેલા કનૈયાલાલ દેસાઈને સંગઠન મહામંત્રી તરીકે ત્રણ ટર્મનો બહોળો અનુભવ છે.

મહેશ ચૌધરી: વોર્ડ નં. 1ની સામાન્ય બેઠક પરથી ચૂંટાયેલા મહેશ ચૌધરી બિલ્ડર લોબીમાંથી આવે છે અને તેઓ પણ મેયરની રેસમાં અગ્રેસર છે.

રૂપસિંહજી ઠાકોર: આ ઉપરાંત રૂપસિંહજી ઠાકોર પણ દાવેદારોની યાદીમાં આગળ છે.

આ સિવાય અરવિંદ ઠાકોર, અંકિત બારોટ અને વિષ્ણુજી ઠાકોરના નામો પણ ચર્ચાના દોરમાં છે. હવે જોવાનું એ રહેશે કે ગૃહમંત્રી શાહના પ્રવાસ બાદ ગાંધીનગરના નવા મેયર તરીકે કોના નામ પર આખરી મહોર વાગે છે.

Frequently Asked Questions

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ દરમિયાન કયા કાર્યક્રમોમાં હાજરી આપશે?

તેઓ ગાંધીનગરમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશે. જેમાં રૂપાલ અને માણસાના માતાજી મંદિરોમાં પૂજા, શિવજીની પ્રતિમાનું અનાવરણ અને ગરબા મહોત્સવનો સમાવેશ થાય છે.

અમિત શાહના ગુજરાત પ્રવાસનું મુખ્ય રાજકીય મહત્વ શું છે?

તેમના પ્રવાસને કારણે ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ખાસ કરીને ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયરની પસંદગી અંગે મહત્વની બેઠક અને ચર્ચા થવાની પ્રબળ શક્યતા છે.

ગાંધીનગર મનપાના મેયર પદ માટેની પ્રથમ અઢી વર્ષની ટર્મ કોના માટે અનામત છે?

ગાંધીનગર મનપાના મેયર પદ માટેની પ્રથમ અઢી વર્ષની ટર્મ OBC (અન્ય પછાત વર્ગ) માટે અનામત રાખવામાં આવી છે. આ પદ માટે હાલમાં 7 જેટલા નામો ચર્ચામાં છે.

ગાંધીનગર મનપાના મેયર પદની રેસમાં કયા દાવેદારો સૌથી આગળ છે?

ધર્મેન્દ્ર નાયી, કનૈયાલાલ દેસાઈ, મહેશ ચૌધરી અને રૂપસિંહજી ઠાકોર મેયર પદ માટેના મુખ્ય દાવેદારોમાં સૌથી આગળ છે. આ સિવાય અરવિંદ ઠાકોર, અંકિત બારોટ અને વિષ્ણુજી ઠાકોરના નામો પણ ચર્ચામાં છે.

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
Embed widget