શોધખોળ કરો

#Article370 ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી મનાવ્યો જશ્ન, જુઓ તસવીરો

નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ કાશ્મીર પર મોટો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હેઠળ કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો ખતમ કરવાનો સંકલ્પ રાજ્યસભામાં રજૂ કર્યો છે.

ગાંધીનગરઃ નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ કાશ્મીર પર મોટો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હેઠળ કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો ખતમ કરવાનો સંકલ્પ રાજ્યસભામાં રજૂ કર્યો છે. ઉપરાંત રાજ્યસભામાં અમિત શાહે રાજ્ય પુનર્ગઠન બિલ રજૂ કર્યું છે. તે અંતર્ગત જમ્મુ કાશ્મીરથી લદ્દાખને અલગ કરવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. મોદી સરકારના આ નિર્ણયની સમગ્ર ગુજરાતમાં જોશભેર ઉજવણી કરવામાં આવી હતી. #Article370 ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી મનાવ્યો જશ્ન, જુઓ તસવીરો અમદાવાદમાં જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓએ ABP અસ્મિતાને જણાવ્યું કે, સરકારનું આ કદમ ઐતિહાસિક છે. અનેક વર્ષોથી અમે આ કદમની પ્રતીક્ષા કરતા હતા. સરકારના આ પગલાંથી રોજગારીની તકો વધશે. રોકાણ વધવાથી પૈસા આપીને પથ્થરમારો કરાવવાનું બંધ થશે. કશ્મીર હવે ખરા અર્થમાં ધરતીનું સ્વર્ગ કહેવાશે. અનેક મોટી કંપનીઓ હવે રોકાણ કરશે. અમે જમ્મુની તમામ સ્થિતિઓ જોઈ છે અને અનુભવી છે. #Article370 ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી મનાવ્યો જશ્ન, જુઓ તસવીરો ડાયમંડ નગરી સુરતમાં કેન્દ્ર સરકારના નિર્ણયને લઇને શહેરના વિદ્યાર્થીઓ કેક કાપી કરી ઉજવણી કરી હતી. શહેરીજનોએ ભારત માતા કી જયના નારા સાથે નિર્ણયને વધાવ્યો હતો. #Article370 ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી મનાવ્યો જશ્ન, જુઓ તસવીરો રાજકોટમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ માટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સરકારના નિર્ણયને વધાવી આતશબાજી કરવામાં કરી હતી. લક્ષ્મીનગરના ત્રિશુલચોકમાં લોકોએ ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. #Article370 ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી મનાવ્યો જશ્ન, જુઓ તસવીરો અમરેલીમાં ભાજપના નેતા દિલીપ સંઘાણીએ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. ભાજપના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચા કરી ઐતિહાસિક નિર્ણયને વધાવ્યો હતો. ભાવનગરમાં 370ની કલમનો વિશેષ દરજજો સમાપ્ત કર્યા બાદ સાધુએ રાજાશાહી અંદાજમાં ઉજવણી કરી હતી. તપસી બાપુની વાડીએ સાધુએ નાની તોપ ફોડી સલામી આપી હતી. #Article370 ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી મનાવ્યો જશ્ન, જુઓ તસવીરો જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35 એ હટાવવા મુદ્દે દાહોદમાં નગરપાલિકા ચોક ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો હતો. ભાજપના સમર્થકો દ્વારા મીઠાઇ વેચી મોદી અને અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. #Article370 ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી મનાવ્યો જશ્ન, જુઓ તસવીરો

ટોપ સ્ટોરી

મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદનને લઈ ભાજપનું ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદનને લઈ ભાજપનું ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
Kunwarji Bavaliya: રાજ્યમાં ઓછો વરસાદ, પાણી-ઘાસચારાની અછત વચ્ચે મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
Kunwarji Bavaliya: રાજ્યમાં ઓછો વરસાદ, પાણી-ઘાસચારાની અછત વચ્ચે મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
Embed widget