શોધખોળ કરો

ગાંધીનગરઃ પ્રેમીએ નદી કિનારે સગીર પ્રેમિકાને બોલાવી કટરથી કાપ્યુ ગળુ, આરોપીની કરાઇ ધરપકડ

યુવકે તેની સગીર પ્રેમિકા પર કટર વડે હુમલો કરતા સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

સુરતમાં ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરવામાં આવી તેના અઠવાડિયામાં જ ગાંધીનગરમા એક યુવકે તેની સગીર પ્રેમિકા પર કટર વડે હુમલો કરતા સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ગાંધીનગરમાં  ધોરણ - 12માં અભ્યાસ કરતી સગીરા આજે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. ત્યારે બપોરના સમયે ગામમાં રહેતો શખ્સ સંજય સેધાજી ઠાકોર તેને રસ્તામાં મળ્યો હતો. સંજયે સગીરાને કહ્યું હતું કે, તારા કાકા તને બોલાવે છે. એટલે સગીરા તેની સાથે બાઈક પર બેસી ગઈ. પરંતુ સંજય તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો. અહીં થોડીક વાતચીત કર્યા પછી સંજય સગીરા સાથે બળજબરી કરવા લાગ્યો અને વચ્ચે માથાકૂટ થતાં સંજય એકદમ ઉશ્કેરાઈ ગયો. બાદમાં ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી ગળું કાપવા લાગ્યો હતો. જો કે તેનો સગીરાએ પ્રતિકાર કરતા સંજય ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ગળામાંથી લોહી વહી રહ્યું હોવા છતાં સગીરાએ જેમતેમ કરીને તેના કાકાને ફોન કરીને બોલાવ્યા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ઘટના સ્થળે દોડી ગયા હતા.  108ની ટીમે સગીરાની પ્રાથમિક સારવાર કરી હતી અને બાદમાં યુવતીને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હુમલો કરનાર યુવક સંજય ઠાકોરની પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. પરિવારજનો  આક્ષેપ છે કે યુવકે યુવતી પર દુષ્કર્મ કર્યું બાદ તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે સગીરાના કાકાએ જણાવ્યું હતું કે, સગીરા પરીક્ષા આપવા ઘરેથી નીકળી હતી. ત્યારે સંજય ઠાકોર મારી ભત્રીજીને મારું નામ લઈને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. બાદમાં તેની સાથે બળજબરી કરી ગળું કાપવા કટર ગળાના ભાગે મારવા લાગ્યો હતો. હાલમાં ભત્રીજીની સારવાર ચાલી રહી હોવાથી તેની વધુ પૂછપરછ કરી નથી. પોલીસે હાલ આરોપી યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

ટોપ સ્ટોરી

Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'

Delimitation Bill: રાહુલ ગાંધીને મળ્યા પછી સ્ટાલિનની પહેલી પ્રતિક્રિયા, 'બીજો કોઈ રસ્તો નથી કારણ કે...'

Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી

Murder Case: ગોંડલમા ચકચારી ઘટના, ઘરકંકાસમાં 20 વર્ષીય પુત્રીએ ઈંટ મારી પિતાની હત્યા કર્યાનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ દારૂડિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં હપ્તારાજ
Hun To Bolish : હું તો બોલીશ : ડિજિટલ ઉપવાસ
Pathubha Gohil Death Case: પોલીસની બાંહેધરી બાદ મૃતદેહ સ્વીકારવાની પરિવારની તૈયારી
Banaskantha Bhagal Village Clash: અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર! કહ્યું, હવે હિંસા થઈ તો આખું ગામ ખાલી કરાવી દઈશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Delimitation Bill: રાહુલ ગાંધીને મળ્યા પછી સ્ટાલિનની પહેલી પ્રતિક્રિયા, 'બીજો કોઈ રસ્તો નથી કારણ કે...'
Delimitation Bill: રાહુલ ગાંધીને મળ્યા પછી સ્ટાલિનની પહેલી પ્રતિક્રિયા, 'બીજો કોઈ રસ્તો નથી કારણ કે...'
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
Murder Case: ગોંડલમા ચકચારી ઘટના, ઘરકંકાસમાં 20 વર્ષીય પુત્રીએ ઈંટ મારી પિતાની હત્યા કર્યાનો આરોપ
Murder Case: ગોંડલમા ચકચારી ઘટના, ઘરકંકાસમાં 20 વર્ષીય પુત્રીએ ઈંટ મારી પિતાની હત્યા કર્યાનો આરોપ
Kinnar: નવસારીના ગણદેવીમાં વર્ચસ્વ અને ડાપુના વિવાદમાં કિન્નરોના બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ

સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી

8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ

Delimitation Bill: સિમાંકન બિલ સામે ઈન્ડિયા ગઠબંધન સક્રિય, સોનિયા-રાહુલ-ખડગે ચેન્નાઈ પહોંચ્યા, ટ્રાઇડેન્ટ હૉટેલમાં ધામા

Embed widget