શોધખોળ કરો

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા

મહાપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર જંગના એંધાણ; ભાજપે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ધારાસભ્ય અમિત શાહને કમાન સોંપી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગાંધીનગર મનપા ચૂંટણીનો માહોલ ગરમાયો, તમામ પક્ષો તૈયારીમાં.
  • ભાજપે અમિત શાહ, ઋષિકેશ પટેલને ચૂંટણી પ્રભારી જવાબદારી આપી.
  • કોંગ્રેસ-આપ ગઠબંધનની શક્યતા, મતોનું વિભાજન ટાળવા પ્રયાસ.
  • ગયા વખતે મતોના વિભાજનથી ભાજપને 41 બેઠકોનો લાભ.

Gandhinagar municipal corporation election: ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની આગામી સામાન્ય ચૂંટણીને લઈને પાટનગરના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મહાપાલિકાની ચૂંટણી ગમે તે ક્ષણે જાહેર થવાની શક્યતાઓ વચ્ચે 11 વોર્ડની કુલ 44 બેઠકો પર સત્તા મેળવવા માટે તમામ રાજકીય પક્ષોએ પોતાની ગોઠવણ શરૂ કરી દીધી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ત્રણેય મુખ્ય પક્ષો ચૂંટણીલક્ષી વ્યુહરચનામાં જોતરાઈ ગયા છે, ત્યારે ચૂંટણી જાહેર થતાં જ ઉમેદવારોની પસંદગીથી માંડીને આક્રમક પ્રચાર સુધીની ગતિવિધિઓ વધુ તેજ બનશે.

આ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ સંગઠન સ્તરે સજ્જતા દાખવતા પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણીની મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી દીધી છે. ભાજપ પક્ષ દ્વારા એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહને GMC ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે તેમની સાથે અમદાવાદ પૂર્વના પૂર્વ ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ (જીતેનભાઈ પટેલ) ને સહપ્રભારીની જવાબદારી સોંપાઈ છે. આ સાથે ચૂંટણી પ્રભારી મંત્રી તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને સહપ્રભારી મંત્રી તરીકે સંજયભાઈ મકવાણા (સંજય મહિડા) ની નિમણૂક કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે સંકલન જળવાઈ રહે તે હેતુથી ચૂંટણી સંયોજક તરીકે પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા તથા સહસંયોજક તરીકે પૂર્વ મેયર હિતેશ મકવાણા અને પૂર્વ નગરસેવક સુરેશ મહેતાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

બીજી તરફ, ગાંધીનગર મનપાની આ ચૂંટણી પૂર્વે વિપક્ષી છાવણીમાં એક અત્યંત રસપ્રદ વળાંક જોવા મળી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે પડદા પાછળ ગઠબંધન રચવા મુદ્દે ગહન મનોમંથન ચાલી રહ્યું છે. જોકે, આ સંભવિત જોડાણ અંગે હજુ સુધી બંને પક્ષો તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ બેઠકોની વહેંચણી અંગે અંદરખાને ચર્ચાઓ તેજ બની છે.

વર્ષ 2021 માં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ગત ચૂંટણી પર નજર કરીએ તો, તે સમયે ત્રિપાંખિયા ચૂંટણી જંગને કારણે વિરોધ પક્ષના મતોનું મોટા પાયે વિભાજન થયું હતું, જેનો સીધો લાભ ભાજપને મળ્યો હતો અને ભાજપે 44 માંથી 41 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. આ ઐતિહાસિક સમીકરણોને ધ્યાનમાં રાખીને વિપક્ષી મતોનું વિભાજન અટકાવવા માટે કોંગ્રેસ અને AAP એક મંચ પર આવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. જો વિપક્ષ સંયુક્ત રીતે મેદાનમાં ઉતરે તો સીધી ટક્કરની સ્થિતિ નિર્માણ થશે, જે આગામી ચૂંટણીમાં ભાજપ સામેના રાજકીય ગણિતને ભારે રોચક અને પડકારજનક બનાવી શકે છે.

Frequently Asked Questions

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની વર્તમાન સ્થિતિ શું છે?

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ગમે તે ક્ષણે જાહેર થવાની શક્યતા છે. તમામ મુખ્ય રાજકીય પક્ષોએ કુલ 11 વોર્ડની 44 બેઠકો પર સત્તા મેળવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ભાજપે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે કોને પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે?

ભાજપે એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહને GMC ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા છે. તેમની સાથે અમદાવાદ પૂર્વના પૂર્વ ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલને સહપ્રભારીની જવાબદારી સોંપાઈ છે.

ગાંધીનગર મનપા ચૂંટણીમાં વિપક્ષો ગઠબંધન કરી રહ્યા છે?

સૂત્રો અનુસાર, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે પડદા પાછળ ગઠબંધન રચવા મુદ્દે ચર્ચા ચાલી રહી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કોંગ્રેસ અને AAP શા માટે ગઠબંધન કરવાનું વિચારી રહ્યા છે?

વર્ષ 2021ની ચૂંટણીમાં વિપક્ષી મતોનું મોટા પાયે વિભાજન થયું હતું, જેનો સીધો લાભ ભાજપને મળ્યો હતો. વિપક્ષી મતોનું વિભાજન અટકાવવા માટે તેઓ ગઠબંધન પર વિચાર કરી રહ્યા છે.

Advertisement

ટોપ સ્ટોરી

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
ગાંધીનગર મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો કારમો પરાજય, 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
ગાંધીનગર મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો કારમો પરાજય, 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, ઓખા, થરા પાલિકામાં ભાજપની પ્રચંડ જીત
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, ઓખા, થરા પાલિકામાં ભાજપની પ્રચંડ જીત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget