શોધખોળ કરો

કોને મળશે ભાજપની ટિકિટ? પૂર્ણેશ મોદી સહિત 3 નિરીક્ષકો ગાંધીનગરમાં સાંભળશે દાવેદારોને

ગાંધીનગર, થરા અને ઓખા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયાનો સોમવારથી થશે પ્રારંભ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગાંધીનગર ચૂંટણી: ભાજપના નિરીક્ષકો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરશે.
  • મહાનગરપાલિકાની ચૂંટણી ૧૧ ઓક્ટોબરે, પરિણામ ૧૩ ઓક્ટોબરે.
  • ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ઉમેદવારી ૨૧ સપ્ટેમ્બરથી શરૂ.

Gandhinagar municipal corporation election: ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ચૂંટણીને અનુલક્ષીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે, 21મી સપ્ટેમ્બરના રોજ ભાજપના ત્રણ નિરીક્ષકો ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને સાંભળશે. આ સાથે જ થરા અને ઓખા નગરપાલિકાની ચૂંટણી માટે પણ દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે આગામી 11મી ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે. આ ચૂંટણી માટે 21મી સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્રો ભરવાની ઔપચારિક પ્રક્રિયાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ રૂપે ચલાવવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ત્રણ અનુભવી નેતાઓની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ જવાબદારી પૂર્વ મંત્રી અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને દુષ્યંત પટેલને સોંપવામાં આવી છે.

આવતીકાલે ગાંધીનગર શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. રાયસણ, સેક્ટર 16 અને સેક્ટર 28 ખાતે નિરીક્ષકો ટિકિટ વાંચ્છુકોની રજૂઆતો સાંભળશે અને તેમની યોગ્યતા ચકાસશે. આ સેન્સ પ્રક્રિયા બાદ સ્ક્રૂટીની (ચકાસણી) કરવામાં આવશે અને દરેક બેઠક માટે 3 નામોની પેનલ તૈયાર કરી ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડને અંતિમ મંજૂરી માટે મોકલી આપવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાની તમામ પ્રક્રિયાઓની ગતિ વધારી દીધી છે અને ઉમેદવાર પસંદગીમાં કોઈપણ કચાસ ન રહે તે માટે કમર કસી છે. આ ચૂંટણીઓ રાજકીય પક્ષો માટે મહત્વની સાબિત થશે અને તે માટેની કવાયત હવે અંતિમ ચરણમાં પ્રવેશી રહી છે.

ક્યારે યોજાશે ચૂંટણી

આગામી 11 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપા માટે મતદાન યોજાશે અને 13 ઓક્ટોબરે ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવશે. લોકશાહીના આ પર્વમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં 3 તાલુકા પંચાયતોની પેટાચૂંટણી અને ઓખા, ભાણવડ તેમજ થરા નગરપાલિકાની ચૂંટણીઓ પણ યોજાવાની જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે આ ચૂંટણી જંગ ખેલાશે. 

ગાંધીનગરમાં કુલ 2,56,443 નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુગમ બનાવવા સમગ્ર શહેરમાં કુલ 295 મતદાન મથકો ઊભા કરવામાં આવશે.

નાગરિકો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે.

Frequently Asked Questions

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ક્યારે યોજાશે અને પરિણામ ક્યારે જાહેર થશે?

ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાશે. ચૂંટણીના પરિણામો 13 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કઈ પ્રક્રિયા અપનાવવામાં આવશે?

ભાજપના ત્રણ નિરીક્ષકો ઉમેદવારોને સાંભળી સેન્સ પ્રક્રિયા કરશે. સ્ક્રૂટીની બાદ દરેક બેઠક માટે 3 નામોની પેનલ પાર્લામેન્ટ્રી બોર્ડને અંતિમ મંજૂરી માટે મોકલાશે.

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર છે. ઉમેદવારી પત્રો ભરવાની ઔપચારિક પ્રક્રિયાનો પ્રારંભ 21 સપ્ટેમ્બરથી થશે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં કેટલી બેઠકો અને વોર્ડ પર ચૂંટણી યોજાશે?

ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી જંગ ખેલાશે. 2,56,443 નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Advertisement

ટોપ સ્ટોરી

બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
PM Modi's visit to Gujarat: PM મોદીનો ગુજરાત પ્રવાસ, આજે સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક
PM Modi's visit to Gujarat: PM મોદીનો ગુજરાત પ્રવાસ, આજે સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક
BJP સાંસદ કંગના રનૌત સામે શિમલામાં FIR, સોનિયા ગાંધી પર કરી હતી ટિપ્પણી
BJP સાંસદ કંગના રનૌત સામે શિમલામાં FIR, સોનિયા ગાંધી પર કરી હતી ટિપ્પણી
બગદાણા વિવાદમાં મોટો વળાંક: સામાજિક કાર્યકર ઉમેશસિંહ ગોહિલે નવનીત બાલધિયા સામે લગાવ્યા ગંભીર આરોપો
બગદાણા વિવાદમાં મોટો વળાંક: સામાજિક કાર્યકર ઉમેશસિંહ ગોહિલે નવનીત બાલધિયા સામે લગાવ્યા ગંભીર આરોપો
Embed widget