શોધખોળ કરો
Advertisement
આવતીકાલે ધોરણ-10નું પરિણામ, આ વેબસાઇટ પર વિદ્યાર્થીઓ જોઇ શકશે રિઝલ્ટ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે.
ગાંધીનગરઃ આવતીકાલે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે આઠ વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે. નોંધનીય છે કે ધોરણ-10 બોર્ડની પરિક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. ધોરણ-10ની પરીક્ષામાં રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. સૌથી વધુ પરીક્ષાર્થી 98,563 સુરતમાં હતા.
ધોરણ-10માં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓ અને 6,222 ફિઝિકલ ડિસેબલ સ્ટુડન્ટસે પરીક્ષા આપી હતી. નોંધનીય છે કે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ માટે કુલ 137 ઝોનમાં 1607 કેન્દ્રો કે જેમાં 5874 બિલ્ડિંગનો સમાવેશ કરાયો હતો. બંન્નેની આ પરીક્ષાઓમાં કુલ 135 જેટલા વિષયોની પરીક્ષાઓ લેવાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
લાઇફસ્ટાઇલ
Advertisement
gujarati.abplive.com
Opinion