શોધખોળ કરો

CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન

આજથી વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષનો પ્રારંભ થયો છે. નવા વર્ષના પાવન અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરે પહોંચીને ભગવાનનાં દર્શન કરી વિધિવત પૂજા-અર્ચના કરી હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મુખ્યમંત્રી પટેલે નૂતન વર્ષે પંચદેવ મંદિરે પૂજા કરી પ્રારંભ કર્યો.
  • મુખ્યમંત્રીએ નાગરિકો માટે સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાર્થના કરી.
  • તેમણે 'વિકસિત-નશામુક્ત ગુજરાત' નિર્માણ માટે યોગદાન આપવા આહ્વાન કર્યું.
  • વડાપ્રધાન મોદીએ પણ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી.

આજથી વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષનો પ્રારંભ થયો છે. નવા વર્ષના પાવન અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરે પહોંચીને ભગવાનનાં દર્શન કરી વિધિવત પૂજા-અર્ચના કરી હતી. આ સાથે જ તેમણે નવા વર્ષની શરૂઆત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના નાગરિકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન કરીને મુખ્યમંત્રીએ નવા વર્ષની કરી શરૂઆત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના શુભ અવસરે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરે પહોંચીને ભગવાનના દર્શન અને વિધિવત પૂજા-અર્ચના કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો. આ પાવન પ્રસંગે મંદિરે દર્શન કર્યા બાદ તેઓ અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે પણ જશે અને ત્યાં પણ પૂજા-અર્ચના કરી રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરશે. નૂતન વર્ષની શરૂઆતમાં મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને નવા વર્ષની સાદર શુભકામનાઓ પાઠવતાં સૌનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેમજ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી કામના કરી હતી. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત' અને 'નશામુક્ત ભારત'ના સંકલ્પને બળ આપતાં આહ્વાન કર્યું હતું કે, આપણે સૌ પણ 'વિકસિત ગુજરાત' અને 'નશામુક્ત ગુજરાત'ના દ્રઢ સંકલ્પ સાથે આગળ વધીએ અને રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં પોતાનું યોગદાન આપીએ.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાઠવી નૂતન વર્ષની શુભેચ્છાઓ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત સહિત દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. નવું વર્ષ દરેક માટે સુખાકારી અને નવી આશાઓ લઈને આવે તેવી પ્રાર્થના પણ તેમણે કરી હતી. વડાપ્રધાને કહ્યું કે સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. નવું વર્ષ તમામ માટે સુખાકારીની નવી આશાઓ લઈને આવે.

Frequently Asked Questions

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષની શરૂઆત ક્યાંથી કરી?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરે ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના કરીને કર્યો.

મુખ્યમંત્રીએ નાગરિકોને નૂતન વર્ષની કઈ શુભકામનાઓ પાઠવી?

તેમણે રાજ્યના નાગરિકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી કામના કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૂતન વર્ષ નિમિત્તે શું સંદેશ પાઠવ્યો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.

મુખ્યમંત્રીએ નૂતન વર્ષે કયા સંકલ્પ સાથે આગળ વધવા આહ્વાન કર્યું?

મુખ્યમંત્રીએ વડાપ્રધાનના 'વિકસિત ભારત' અને 'નશામુક્ત ભારત'ના સંકલ્પને બળ આપતાં 'વિકસિત ગુજરાત' અને 'નશામુક્ત ગુજરાત'ના નિર્માણ માટે યોગદાન આપવા આહ્વાન કર્યું.

Advertisement

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ સ્થાનિક સ્ટોલ પરથી કરી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં પણ તેજી
ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ સ્થાનિક સ્ટોલ પરથી કરી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં પણ તેજી
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
Embed widget