શોધખોળ કરો

ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? આ છે વરસાદના લેટેસ્ટ આંકડા

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો

અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઘણાં વિસ્તારોમાં ધોધમાર તો ઘણાં વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ અને નડિયાદમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. ખેડાના નડિયામાં 4.5 ઈંચ, આણંદના તારાપુરમાં 4.4 ઈંચ અને ખંભાતમાં 4.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. - છોટા ઉદેપુરમાં 6 ઈંચ વરસાદ - વડોદરાના પાદરામાં 4.5 ઈંચ વરસાદ - ખેડાના નડિયાદમાં 4.5 ઈંચ વરસાદ - આણંદના તારાપુરમાં 4.4 ઈંચ વરસાદ - આણંદના ખંભાતમાં 4.3 ઈંચ વરસાદ - સાબરકાંઠાના તલોદ, છોટા ઉદેપુરના સંખેડા, પાટણમાં 4.2 ઈંચ વરસાદ - આણંદમાં 3.9 ઈંચ વરસાદ - પાટણના સરસ્વતી, પંચમહાલના જાંબુઘોડા, છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 3.7 ઈંચ વરસાદ - અરવલ્લીના ધનસુરા, બનાસકાંઠાના વડગામમાં 3.5 ઈંચ વરસાદ - છોટા ઉદેપુરના બોડેલીમાં, પંચમહાલના હાલોલમાં, પાટણના સિદ્ધપુરમા, 3.3 ઈંચ - સાબરકાંઠાના પ્રાંતિજ, પાટણના રાધનપુર, આણંદના બોરસદ, ખેડાના વસો, આણંદના પેટલાદમાં 3 ઈંચ વરસાદ સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તલોદમાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં તલોદમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પડ્યો તો પ્રાંતિજમાં 3, વિજયનગર, હિંમતનગરમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો. ખેડબ્રહ્મમાં પોણા 2 ઈંચ, ઈડર-પોશીનામાં 1-1 ઈંચ વરસાદ પડ્યો તો વડાલીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો. અત્યારે પણ સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. લાંબા વિરામ બાદ સાબરકાંઠામાં વરસાદ વરસતા પાકને જીવતદાન મળ્યું છે. જેને પગલે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ગાંધીનગરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગાંધીનગરના સેક્ટર 22, સેક્ટર 24, સેક્ટર 16 સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. અમદાવાદ બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં 24 કલાકમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. ઓઢવમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ટોપ સ્ટોરી

Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget