શોધખોળ કરો

ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ? હવામાન વિભાગે બીજી શું કરી આગાહી? જાણો

ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે જેને લઈને અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે

અમદાવાદ: ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે જેને લઈને અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં આજથી આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનથમાં ભારે વરસાદન આગાહી કરાવમાં આવી છે. મહત્વની વાત એ છે કે, 19 તારીખથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરેસાદ ખાબક્યો હતો. જેને લઈને વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આજે અમદાવાદમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગઈકાલે ઉકળાટ અને બફારા બાદ વહેલી સવારથી અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળતાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં બે દિવસ સામાન્યથી હળવો વરસાદ રહેશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
Embed widget