શોધખોળ કરો

ગુજરાતના આ શહેરોમાં ફાટ્યું આભ, સતલાસણામાં બે કલાકમાં 5 ઈંચ તો ભાણવડમાં 4 ઈંચ વરસાદ

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે ત્યારે હવામાન વિભાગ આજે અને કાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે આજે સવારે ગુજરાતમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ગાંધીનગર: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે ત્યારે હવામાન વિભાગ આજે અને કાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે આજે સવારે ગુજરાતમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાથી ગુજરાતના 83 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આજે સવારે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના સતલાસણા, દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને અરવલ્લીના ભિલોડામાં ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ભિલોડાની હાથમતિ નદી બે કાંઠે ગાંડીતૂર બની હતી. સવારે 6 વાગેથી 8 વાગ્યા સુધી મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મહેસાણા જિલ્લામાં સતત ત્રણ દિવસથી અલગ-અલગ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આજે પણ વહેલી સવારે મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં સતલાસણામાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ગુજરાતના આ શહેરોમાં ફાટ્યું આભ, સતલાસણામાં બે કલાકમાં 5 ઈંચ તો ભાણવડમાં 4 ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પણ ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે રસ્તાઓ, નદી-નાળા અને ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે ભિલોડાની હાથમતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું જ્યારે બુઢેલી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. બંન્ને નદીઓ બે કાંઠે વહેતી થતાં લોકો જોવા ઉમટી પડ્યા હતાં. ભારે વરસાદને પગલે બજારમાં વરસાદી પાણી ભરી વળ્યાં હતાં. જ્યારે જંગલમાં હરીયાળી જોવા મળી હતી.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

Embed widget