શોધખોળ કરો

ગુજરાતમાં આ અઠવાડિયે આ બે દિવસ ક્યા વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

અમદાવાદ: વિરામ બાદ વરસાદ ગુજરાતમાં ફરી એન્ટ્રી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 121 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલું રહી શકે છે. ભાદરવાની ગરમી વચ્ચે ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 10મી સપ્ટેમ્બરને ગુરુવારથી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદ શહેરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી થશે. હળવા વરસાદની સાથે સાથે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, 10મી સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. 11 સપ્ટેમ્બરે દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડે તેવી સંભાવના છે. 12 સપ્ટેમ્બરે દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દીવ, કચ્છ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget