શોધખોળ કરો

જેપી નડ્ડાએ ગુજરાતના આ દિગ્ગજ નેતા સાથે ગાંધીનગરમાં કરી અલગથી મુલાકાત

જેમ જેમ રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. આ કડીમાં ભાજપે હવે પોતાના જૂના આગેવાનોને યાદ કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે છે.

ગાંધીનગર:  જેમ જેમ રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. હવે આ કડીમાં ભાજપે હવે પોતાના જૂના આગેવાનોને યાદ કરી કરીને બોલાવ્યા છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે છે. ત્યારે મહેસાણાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ કે પટેલની રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ શુભેચ્છા મુલાકાત લીધી છે. ડૉ. એ કે પટેલની મુલાકાત લઈને જે પી નડ્ડાએ તેમના ખબર અંતર પૂછ્યા હતા. અટલ બિહારી વાજપાયીના સાથીદાર એવા ડૉ. એકે પટેલ 1982માં ભાજપ તરફથી ચૂંટણી જીતનાર લોકસભાના પહેલા સાંસદ હતા. જે.પી.નડ્ડા કમલમમાં આવતાંની સાથે જ સીધા અલગ રૂમમાં ગયા હતા, જ્યાં ભાજપના સૌપ્રથમ સાંસદ અને ભાજપના અગ્રણી એ.કે પટેલ સાથે લગભગ 15 મિનિટ સુધી બેઠા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની બદલી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની બદલી કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદની બદલી કરવામાં આવી છે. IAS પી.ભારતીની નવા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરાવામાં આવી છે. પી.ભારતી 2005ની બેચના આઇએએસ અધિકારી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે ત્યારે આ બદલીને મહત્વની માનવામાં આવે છે.

કોંગ્રેસના પૂર્વ MLA નવાજૂનીના મૂડમાં, ટેકેદારો સાથે બે કલાક કરી બેઠક

વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ કમર કસી રહી છે તો બીજી તરફ નારાજ નેતાઓ પણ પાર્ટીનું ટેન્શન વધારી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી નારાજગીના કારણે નિષ્ક્રિય થયેલા પૂર્વ MLA કામિનીબા નવાજૂનીના મૂડમાં છે. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ટેકેદારોની બેઠક યોજી હતી. આગામી સમયમાં શું કરવું તે અંગે ટેકેદારો સાથે ચર્ચા કરી હોવાની વાત સામે આવી છે. ગુરુવારે રાત્રે કામિનીબા અને ટેકેદારો વચ્ચે આ બેઠક બે કલાક ચાલી હતી. પક્ષમાં થયેલા અન્યાય અંગે ટેકેદારોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. પ્રભારી રઘુ શર્માએ મિટિંગ કરવાનું કહેતા હાલ થોભો અને રાહ જુવોની નીતિ અપનાવી છે. એક તરફ હાર્દિકના નિવેદનોએ અને બીજી તરફ કામિનીબાની આ બેઠકે કોંગ્રેસને આગામી સમયમાં વિચારવા મજબૂર કરી છે.

11 વખત ધારાસભ્ય બનેલા કોંગ્રેસના આ નેતાએ 2022માં ચૂંટણી ન લડવાની કરી જાહેરાત
કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 ન લડવાની જાહેરાત કરી છે. છોટા ઉદેપુર વિધાનસભા બેઠક - 182 પરથી છેલ્લી 11 ટર્મથી એટલે કે  1972થી અત્યાર સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા મોહનસિંહ રાઠવાએ આગામી વિધાનસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. મોહનસિંહ રાઠવા સૌથી વધુ વાર ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા
8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Embed widget