ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે નીતિન પટેલના ઘરે જઈ ચા પીધી, પગે પડી આશીર્વાદ લીધા ને પછી..........
નીતિન પટેલે ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત અંગે પત્રકારો સાથે વાત કરી હતી. તેમની સાથે પારિવારિક સંબંધો હોવાનું જણાવ્યું હતું. ભુપેન્દ્ર પટેલે તેમને જરૂર પડે ત્યારે સલાહ આપવાનું પણ કહ્યું હતું.
ગાંધીનગરઃ આજે પદનામિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. ભુપેન્દ્ર પટેલે નીતિન પટેલના ઘરે જઈ ચા પણ પીધી હતી. આ પછી તો ત્યાંથી સુભાષ ચોક ખાતે આવેલા મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાદેવના દર્શન કર્યા હતા.
નીતિન પટેલે ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત અંગે પત્રકારો સાથે વાત કરી હતી. તેમજ તેમણે તેમની સાથે પારિવારિક સંબંધો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, ભુપેન્દ્ર પટેલે તેમને જરૂર પડે ત્યારે સલાહ આપવાનું પણ કહ્યું હતું. આ સમયે નીતિન પટેલે નારાજગી મુદ્દે પુછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, બીલકુલ નહીં, યે આપ સબ લોગ બનાતે હો ઔર આપ સબ હી યે બડી બડી બાતે રખતે હો. જબ નામ ચલતા થા તબ ભી ચલા દીયા. નહીં હુઆ તો ભી ચલા દીયા. અબ મંત્રી મંડલ કી બાત કરેંગે. મંત્રી બનને કે બાદ કીસ કો કૌન સા ડિપાર્ટમેન્ટ દેંગે ઐસી ભી બાત ચલાયેંગે. યે તો આપકા વ્યવસાય હૈ. લેકિન હમારી ભારતીય જનતા પાર્ટી ઇસ પ્રકાર કા સંગઠન હૈ ઔર મેં આજકલ કા નહીં, મૈને બાર બાર બોલા હૈ, મૈં અઠારા સાલ કા થા તબ સે જનસંઘ સે લેકે આજદીન તક બીજેપી કા કાર્યકર હું ઔર રહુંગા. કોઈ સ્થાન, જગહ મિલે કી ન મિલે, ઓ બડી બાત નહીં હૈ. લોગો કો પ્રેમ, સ્નેહ ઔર સન્માન વો હી બડી બાત હૈ. ઔર હમારી હી સબ ભાઈ, સબ બહને, જીસકો ભી જો સ્થાન મીલતા હૈ, વો હમારે હી હૈ.
તેમણે જણાવ્યું હતું કે, હું નારાજ નથી. હું અમિત શાહનું સન્માન કરવા માટે એરપોર્ટ પર પણ જવાનો છું. બધાને બધું મળે એવું ક્યારેય બનતું નથી. અમે પણ કઠિન નિર્ણયો લીધા છે, નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય. અમે પણ લોકોને ટિકિટ નથી આપી. દુઃખનું કોઈ કારણ નથી. કઠિન નિર્ણયો લેવા જરૂરી હોય છે. પાર્ટીને જે ઠીક લાગ્યું એ પાર્ટીએ કર્યું. હું 18 વર્ષનો હતો ત્યારથી કાર્યકર્તા રહ્યો છું અને કાર્યકર્તા હંમેશા રહીશ. પાર્ટી જે જવાબદારી આપશે તે સ્વીકારીશ. મહેસાણામાં આપેલા નિવેદન બાબત નીતિન પટેલે કહ્યું. જનતાનો અને મતદારોનું ઋણ સ્વીકાર કરવો એ અમારી પરંપરા છે, મેં જનતાનો ઋણ સ્વીકાર જ કર્યો છે.