શોધખોળ કરો
Advertisement
ઠાકોર સેનામાં પડ્યા ભાગલા, અલ્પેશથી નારાજ લોકોએ બનાવી ‘રોયલ ઠાકોર સેના’
ગાંધીનગરઃ કોગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરથી નારાજ ઠાકોર આગેવાનોએ ઠાકોર સેનાથી અલગ થઇને રોયલ ઠાકોર સેના નામના નવા સંગઠનની રચના કરી છે. અલ્પેશ ઠાકોર કોગ્રેસમાં જોડાઇ જવાના કારણે ઠાકોર સમાજના અનેક આગેવાનો અલ્પેશથી નારાજ છે. નારાજ ઠાકોર સમાજના કેટલાક નેતાઓએ અલગ થઇને રોયલ ઠાકોર સેના નામના નવા સંગઠનની રચના કરી હતી. આ સંગઠનના પ્રમુખ તરીકે રમેશજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રમેશજી ઠાકોરે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર માત્ર રાજનીતિ કરે છે, તેઓ કોંગ્રેસમાં ગયા પછી તેઓને રાજકારણથી લેવાદેવા છે, સમાજ સાથે કાંઇ લેવાદેવા નથી. આગામી દિવસોમાં ગુજરાતમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરાશે.રમેશજી ઠાકોરે કહ્યું કે, અમે ઘણા મુદ્દાઓને લઇને આગળ વધીશુ. સમાજને સંગઠિત, વ્યસન મુક્ત, શિક્ષિત અને સરકારના લાભો મળે તેવા કામ કરીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement