શોધખોળ કરો

Asaram rape case:  આસારામ સામે દુષ્કર્મ કેસમાં કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો ? જાણો

આસારામ સામે દુષ્કર્મ કેસમાં ગાંધીનગરની કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો છે.

Asaram rape case: આસારામ સામે દુષ્કર્મ કેસમાં ગાંધીનગરની કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો છે.  વીડિયો કૉન્ફરન્સના માધ્મથી આસારામને કોર્ટમાં હાજર કરાયો હતો. ગાંધીનગર કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે.   વર્ષ 2013ના દુષ્કર્મના કેસમાં આસારામ દોષિત જાહેર.  આસારામ હાલમાં જોધપુર જેલમાં બંધ છે. 

ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને 376(2)C, 377,354,342,357,506(2) કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સ્પેશિયલ સરકારી વકીલ આર.સી.કોડેકરે કહ્યું હતું કે, આ કેસમાં દોષિતને મહત્તમ સજા થાય તે માટે અમે કોર્ટમાં પ્રયાસ કરીશું.

આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપ થયા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત છે. જેમાં મહિલાએ પોતાનું શારીરીક શોષણ થયાનો આરોપ મુક્યો હતો. 1997 થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે શારીરીક શોષણ થયું હોવાનો આરોપ છે. 

મહત્વનું છે કે, બંને બહેનોમાંથી એક બહેને આસારામ પર જ્યારે બીજી બહેને નારાયણ સાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. મોટી બહેને આસારામ સામે યૌન શોષણની ફરિયાદ કરી છે. ઘટના બની ત્યારે આ બંને બહેનો અમદાવાદમાં રહેતી હતી. જેલમાં બંધ આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા. એક સગીરાના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશનાં ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કેદની સજા થઈ હતી. 

અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 9 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.

આસારામને દુષ્ક્રમના અન્ય કેસમાં સજા પડી હોવાથી હાલ તે રાજસ્થાનમાં જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં તેમની સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલા તેમના દ્વારા જામીન પણ માગવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે જામીન અરજી ફગાવી દિધી હતી. 

ટોપ સ્ટોરી

Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
ગુજરાત ST નિગમે તોડ્યા તમામ જૂના રેકોર્ડ, એક જ દિવસમાં 1.46 લાખથી વધુ સીટનું બુકિંગ
ગુજરાત ST નિગમે તોડ્યા તમામ જૂના રેકોર્ડ, એક જ દિવસમાં 1.46 લાખથી વધુ સીટનું બુકિંગ
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ સ્થાનિક સ્ટોલ પરથી કરી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં પણ તેજી
ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ સ્થાનિક સ્ટોલ પરથી કરી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં પણ તેજી

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
Embed widget