(Source: ECI/ABP News/ABP Majha)
LPG ગેસ સિલિન્ડરમાં થશે ફરેફાર, જાણો કેન્દ્ર સરકારે શું લીધો મહત્વનો નિર્ણય
LPG ગેસ સિલિન્ડરઃ કેન્દ્ર સરકાર મહિલાઓને રાહત આપવા માટે LPG સિલિન્ડરનું વજન ઘટાડવાની યોજના બનાવી રહી છે.
LPG ગેસ સિલિન્ડરઃ કેન્દ્ર સરકાર મહિલાઓને રાહત આપવા માટે LPG સિલિન્ડરનું વજન ઘટાડવાની યોજના બનાવી રહી છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના 14.2 કિલો વજનના કારણે મહિલાઓને તેના પરિવહનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આને ધ્યાનમાં રાખીને સરકાર તેનું વજન ઘટાડવા સહિત વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે.
રાજ્યસભામાં માહિતી આપવામાં આવી
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં આ માહિતી આપી છે. અગાઉ એક સભ્યએ સિલિન્ડર ભારે હોવાને કારણે મહિલાઓને થતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો
અત્યાર સુધીમાં 8.8 કરોડ કનેક્શન જારી કરવામાં આવ્યા છે
તેમણે કહ્યું, "અમે એક રસ્તો શોધીશું, પછી ભલે તે 14.2 કિલો વજનને 5 કિલો સુધી ઘટાડવાનો હોય કે કોઈ અન્ય રીતે... અમે તે કરવા માટે પ્રતિબદ્ધ છીએ." આ સિવાય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી. જણાવ્યું હતું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સમગ્ર દેશમાં ઉજ્જવલા 2.0 અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ 8.8 કરોડ એલપીજી કનેક્શન ઇસ્યૂ કર્યાં છે.
BJP સંસદીય દળની બેઠકઃ PM મોદીએ સાંસદોને આપ્યો ઠપકો
સંસદના શિયાળુ સત્ર પહેલા મંગળવારે ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠક મળી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ મંત્રીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંસદમાં સાંસદોની ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગેરહાજર રહેલા સાંસદોને ઠપકો આપતા કહ્યું કે, જો બાળકોને વારંવાર કંઈક કહેવામાં આવે તો તેઓ પણ તે કરતા નથી. મહેરબાની કરીને પરિવર્તન લાવો, નહીં તો પરિવર્તન જાતે જ થઈ જશે. 15 નવેમ્બરે બિરસા મુંડા જયંતિની જાહેરાત કરવા બદલ બેઠક દરમિયાન વડાપ્રધાનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે તેમણે સાંસદોને આ મુદ્દે ફટકાર લગાવી હતી.
જિલ્લા અને વિભાગીય પ્રમુખોની બેઠક બોલાવવામાં આવી
કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ડિસેમ્બરે ભાજપના જિલ્લા પ્રમુખો અને વિભાગીય પ્રમુખોની બેઠક બોલાવી છે. આ બેઠક કાશીમાં યોજાશે. તેમણે કહ્યું કે વડાપ્રધાને બેઠક દરમિયાન અનેક માર્ગદર્શિકા જાહેર કરી હતી.