કચ્છ સરહદની જાસૂસી કરનારા BSF જવાનના 10 દિવસના રીમાન્ડ મંજૂર
કચ્છ સીમાની જાસૂસી કરનાર BSFના જવાનના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાત ATSએ જાસૂસીના આરોપમાં BSFના જવાનની ધરપકડ કરી હતી.
કચ્છ સીમાની જાસૂસી કરનાર BSFના જવાનના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાત ATSએ જાસૂસીના આરોપમાં BSFના જવાનની ધરપકડ કરી હતી. અતિ ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મોબાઈલ મારફતે પાકિસ્તાન પહોંચાડવાનો BSFના જવાન સજ્જાદ પર આરોપ છે. કચ્છ બોર્ડર સિક્યોરિટી ફોર્સનાં ગાંધીધામ યુનિટમાં તૈનાત કાશ્મીરી જવાન જાસુસી કરતા ઝડપાયો હતો. ગુજરાતનાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા આ જવાનની ધરપકડ કરવામાં આવી હતી. આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા 10 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
સજજાદ નામના શખ્સની ગઈકાલે થયેલી ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવા પામી રહ્યા છે. આ દરમ્યાન જ આજ રોજ આ કેસમાં વધુ કેટલાક ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. અહેવાલ અનુસાર સજજાદ નામનો બીએસએફનો જવાન સરહદ પાર માહીતી મોકલતો હતો તેમા ફોનનો ઉપયોગ કરતો હતો અને તે ફોનમાં સામેવાળી વ્યકિતને અંકલ તરીકે બોલાવતો હોવાની વાત ગઈકાલે સામે આવવા પામી હતી. આજ રોજ સજજાદની પ્રાથમિક પુછતાછ બાદ બહાર આવતી માહીતી અનુસાર આ અંકલ પાકીસ્તાની ખુફીયા એજન્સી આઈએસઆઈનો એક ઓફીસર હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. બીએસએફના કોન્સટેબલ સજજાદનો હેન્ડલર આ આઈએસઆઈનો ઓફિસર જ હોવાનુ કહેવાઈ રહ્યું છે.
નોધનીય છે કે, આઈએસઆઈનો આ ઓફીસર સજજાદનો સબંધી છે અને સજજાદ તેના મારફતે જ હેન્ડલ થઇ રહ્યો હતો. આરોપી જમ્મુ કાશ્મીરના સરૂલામાં રહેતો અને હાલ ગાંધીધામની બીએસએફ બટાલિયન ૭૪-એ કંપનીમાં ફરજ બજાવતો હતો બીએસએફની ગુપ્ત માહિતી પોતાના મોબાઈલ મારફતે દુશ્મન દેશમાં મોકલતો હતો અને તેના બદલામાં રૂપિયા મેળવીને દેશ વિરોધી પ્રવૃતિ આચરતો હતો.
પાકીસ્તાની ખુફીયા એજન્સી આઈએસઆઈ દ્વારા સંચાલિત બીએફએસનો એજન્ટ સજજાદ ત્રિપુરા પોસ્ટીંગથી જ એજન્સીઓના રડાર પર આવી જવા પામ્યો હતો. અહી કોમન વાત સજજાદની જાસુસીમા એક એ સામે આવવા પામી રહી છે કે તે ત્રિપુરામા હોય કે કચ્છના ગાંધીધામમા પણ કાશ્મીરીઓના સતત સંપર્કમા રહેતો હતો. કચ્છમાં હવે જયારે તે દબોચાઈ જવા પામ્યો છે ત્યારે તમામ એજન્સીઓ સજજાદની કાશ્મીર કડીઓ પર નજર રાખી રહી છે
ભુજ બીએસએફ હેડ ક્વાર્ટરમાંથી ઝડપાયેલા બીએસએફના કોન્સ્ટેબલને આજે રિમાન્ડની માંગણી સાથે ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જ્યાં 14 દિવસની રિમાન્ડની માંગ સામે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.