શોધખોળ કરો
બનાસકાંઠાઃ મુકબધીર સગીરાનું ગળું કાપીને હત્યા કરી નાંખતા ચકચાર, ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા
ભાખર પાસેની અવાવરું જગ્યાએ સગીરાની હત્યા કરેલી લાશ પડી હોવાના સમાચાર મળતા આસપાસથી લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ભાખર પાસે મુકબધીર સગીરાનું ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 12 વર્ષીય સગીરાની ક્રુરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે. ગુમ થયા બાદ સગીરાની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. પોલીસને આ અંગે જાણ થતાં દાંતીવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ભાખર પાસેની અવાવરું જગ્યાએ સગીરાની હત્યા કરેલી લાશ પડી હોવાના સમાચાર મળતા આસપાસથી લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. પોલીસે આ ઘટનામાં સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે. દાંતીવાડા પોલીસે સગીરાના અપહરણના સીસીટીવીને આધારે વધુ તપાસ હાધ ધરી છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















