શોધખોળ કરો

Panchmahal: લ્યો બોલો! સગર્ભા બહેનોને સશક્ત બનાવવા સરકારે આપેલા ફૂડ પેકેટથી ભેંસો બની રહી છે સશક્ત, તબેલામાંથી મળી આવ્યા 1300 પેકેટ

પંચમહાલ: જિલ્લાનાં ગોધરામાંથી ભેંસોના તબેલામાંથી સરકારી પૌષ્ટિક આહારના 1300 થી વધુ પેકેટ મળી આવ્યા છે. આ મામલે એક ઇસમને  LCB ટીમે ઝડપી પાડયો છે

પંચમહાલ: જિલ્લાનાં ગોધરામાંથી ભેંસોના તબેલામાંથી સરકારી પૌષ્ટિક આહારના 1300 થી વધુ પેકેટ મળી આવ્યા છે. આ મામલે એક ઇસમને  LCB ટીમે ઝડપી પાડયો છે. ગોધરા શહેરના દેવ તલાવડી વિસ્તારમાં આવેલા ભેંસોનાં એક તબેલામાં સગર્ભા બહેનો,ધાત્રી માતાઓ તેમજ આંગણવાડીના બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક આહારના પેકેટોનો જથ્થો હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી.જે બાતમીના આધારે પોલીસે તબેલામાં છાપો મારતા આંગણવાડીના બાળકો અને સગર્ભા બહેનોને આપતો સરકારી પૌષ્ટિક આહારના પેકેટ ભરેલાં 134 થેલા મળી આવ્યા હતાં.પોલીસે 134 થેલામાં રાખવામાં આવેલ 1300 ઉપરાંત ફુડ પેકેટ સાથે હુસૈન મોહમ્મદ પથા નામના એક ઇસમને ઝડપી પાડયો હતો.

Panchmahal: લ્યો બોલો! સગર્ભા બહેનોને સશક્ત બનાવવા સરકારે આપેલા ફૂડ પેકેટથી ભેંસો બની રહી છે સશક્ત, તબેલામાંથી મળી આવ્યા 1300 પેકેટ

સગર્ભા બેહનો અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર મળે તે માટે સરકાર દ્વારા આઈસીડીએસ વિભાગ દ્વારા આગણવાડી મારફતે પોષ્ટિક આહાર યુક્ત ફુડ પેકેટોનુ વિતરણ કરવામાં આવે છે. આ તમામ જથ્થો સુરતની સુમુલ ડેરી મારફતે સપ્લાય કરવામાં આવે છે. પૌષ્ટિક ફુડ પેકેટ ગોધરાના તબેલામાંથી મળી આવતાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે.પૌષ્ટિક આહાર પેકેટ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હોવાની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Panchmahal: લ્યો બોલો! સગર્ભા બહેનોને સશક્ત બનાવવા સરકારે આપેલા ફૂડ પેકેટથી ભેંસો બની રહી છે સશક્ત, તબેલામાંથી મળી આવ્યા 1300 પેકેટ

સરકારી પૌષ્ટિક આહારથી સગર્ભા માતાઓ અને બાળકોને સશકત કરવાને બદલે તબેલામાં રાખેલા પશુઓને સશકત કરવા માટે આટલો મોટો જથ્થો તબેલામાં કેવી રીતે પહોંચ્યા અને કોન્ટ્રાકટર કે કોઈ સરકારી અધિકારીની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સંકલિત બાળ વિકાસ પ્રોગ્રામ ઑફિસર દ્રારા જણાવવામાં આવ્યુ છે. આ તરફ સમગ્ર મામલે ગંભીરતા પૂર્વક તપાસ કરીને જે કોઈ કસૂરવાર હોય તેમની સામે અસરકાર પગલાં ભરવામાં આવે તેવી માગ જિલ્લા પંચાયત પ્રમૂખ કામિની બેન સોલંકી દ્રારા કરવામાં આવી છે. 

પ્રથમ વરસાદે જ ભ્રષ્ટ્રાચારની પોલ ખોલી! 

ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે તો હાઈવેને નુકશાન પણ પહોંચ્યું છે. તો બીજી તરફ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજના છેડે ગાબડું પડ્યું છે. સાબરડેરી પાસે નવનિર્મિત નેશનલ હાઇવે પરના બ્રિજની સાઈડનો ભાગ ધરાશાયી થયો છે. આમ પ્રથમ વરસાદે જ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે.

મહિનાથી સવા મહિના પહેલા જ આ બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.હલકી ગુણવત્તાનું કામ થયું હોવાને લઇ બ્રિજનો છેડાનો ભાગ ધરાશાયી થયો છે. છેલ્લા સાડા ચાર વર્ષ જેટલા સમયથી નેશનલ હાઈવેનું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરણની કામગીરી થઈ રહી છે. જો કે, આ પહેલા પણ રાજ્યમાં એક બ્રિજનો ભાગ ધરાશાયી થયો હતો. તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું નહોતુ. આમ એક બાદ એક બ્રીજ તૂટવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ

ABP Premium

વિડિઓઝ

Morbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડBhavnagar News: ખાતર કે પથ્થર? ખેડૂતોના ખાતરમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશGir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યાJunagadh News: દૂષિત પાણીના કારણે જૂનાગઢ જિલ્લાના કેરાળા ગામના લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
Mitchell Marsh: બરાબરનો ભરાયો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ,અલીગઢમાં નોંધાઈ ફરિયાદ, કોર્ટે આપ્યો તપાસનો આદેશ

IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત

Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ

Embed widget