શોધખોળ કરો

કચ્છમાં વરસાદ તુટી પડ્યો, 24 કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વરસાદના આંકડા

હવામાન વિભાગની આગાહી વચ્ચે 24 કલાકમાં કચ્છમાં વરસેલા ભારે વરસાદના કારણે રણ પ્રદેશ જળબંબાકાર થયો છે. કચ્છમાં ભારે વરસાદના કારણે ચારે બાજુ વરસાદી પાણી ફરી વળ્યાં છે

ભુજ: હવામાન વિભાગની આગાહી વચ્ચે 24 કલાકમાં કચ્છમાં વરસેલા ભારે વરસાદના કારણે રણ પ્રદેશ જળબંબાકાર થયો છે. કચ્છમાં ભારે વરસાદના કારણે ચારે બાજુ વરસાદી પાણી ફરી વળ્યાં છે. કચ્છમાં સૌથી વધારે વરસાદ રાપર, અબડાસા, ભચાઉ, નખત્રાણા સહિતના વિસ્તારોમાં પડ્યો છે. વરસાદના પગલે ભૂજના રૂદ્રમાતા ડેમમાં નવા નીર આવતાં 10 ગામોને પીવાના પાણીની રાહત મળી ગઈ છે. ભારે વરસાદના કારણે કચ્છનું જંગી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ગામમાં લોકો ઘરની બહાર રહેવા માટે મજબૂર થયા છે. ભારે વરસાદના કારણે કચ્છના સામખિયાળીમાં પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પોલીસ સ્ટેશન 4 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. કચ્છના જિલ્લા મથક ભૂજના હમીરસર તળાવમાં નવા નીર આવ્યા છે. કચ્છીઓ વરસાદના પગલે ખુશખુશાલ થઈ ગયા છે. 24 કલાકમાં નખત્રાણામાં 13 ઈંચ, રાપરમાં 9 ઈંચ, અબડાસામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગાંધીધામ 11 ઈંચ, કંઠીપટ્ટ (મુંદરા)માં 6 ઈંચ, અંજારમાં 8 ઈંચ, ભચાઉમાં 16 ઈંચ, ભુજ પંથકમાં 4 ઈંચ, માંડવી 3 ઈંચ, લખપત છ ઈંચ વરસાદ થયો છે. જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે સામખિયાળી ગામ બેટમાં ફેરવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આસપાસના લાકડિયા-ઘરાણા સહિતના ગામોમાં પણ ભારે હાલાકી ઊભી થઈ છે. ઠેર-ઠેર 4-5 ફૂટ પાણી ભરાઈ ગયાં છે. અવિરત વરસાદથી પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. જળબંબાકારની સ્થિતિએ ગામ અને તાલુકામાં ચિંતા ફેલાઈ ગઈ છે. તાલુકાના બેરુ, મોસુણા, રામપર, રોહા, નારાણપર, ફોટ મહાદેવ, પિયોણી મહાદેવ, વિરાણી, જતાવીરા, વેડહાર, ફુલાય, દેવીસર, ધીણોધર ડુંગર, અરલ, નાગલપર, ધાવડા, દેવપર, સાંયરા (યક્ષ), કોટડા (જ), ઉખેડા, નેત્રા, ખોંભડી, ઉગેડી, વિગોડી, દેશલપર (ગુંતલી), ઢોરા, લુડબાય પંથકમાં અંદાજે 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget