શોધખોળ કરો

10 વર્ષે આવ્યો 'ન્યાય'! ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત, 38 ને પુરાવાના અભાવે છોડાયા

2016માં ગાયનું ચામડું ઉતારવાના બહાને 4 દલિત યુવાનોને કાર પાછળ બાંધીને બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો; દોષિતોને કેટલી સજા થશે તેનો નિર્ણય આવતીકાલે લેવાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઉના દલિતકાંડમાં 5 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા.
  • 10 વર્ષની કાનૂની લડત બાદ સેશન્સ કોર્ટનો ચુકાદો.
  • પૂરતા પુરાવાના અભાવે 38 આરોપીઓને નિર્દોષ મુક્ત.
  • દોષિતોની સજા પર આવતીકાલે અંતિમ દલીલો થશે.

સૌરાષ્ટ્રના ઉનામાં 2016 માં બનેલા ચકચારી અને આખા દેશને હચમચાવી મૂકનાર દલિતકાંડમાં આખરે એક દાયકાની લાંબી કાનૂની લડત બાદ સેશન્સ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. આજે (16 માર્ચ 2026) કોર્ટે આ કેસમાં 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે પૂરતા પુરાવાના અભાવે અન્ય 38 લોકોને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ મામલો 11 જુલાઈ 2016 નો છે, જ્યારે કથિત ગૌરક્ષકોએ ગાયની હત્યાનો આરોપ લગાવીને દલિત યુવાનોને કાર પાછળ બાંધીને જાહેરમાં ઢોર માર માર્યો હતો. હવે આવતીકાલે એટલે કે 17 માર્ચે દોષિતોની સજા પર અંતિમ દલીલો થશે અને ત્યારબાદ સજાની જાહેરાત કરવામાં આવશે.

શું હતો સમગ્ર મામલો?

11 જુલાઈ 2016 ના રોજ ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં એક અનુસૂચિત જાતિ (દલિત) પરિવારના 7 સભ્યો એક મૃત પશુનું ચામડું ઉતારી રહ્યા હતા. બરાબર એ જ સમયે પોતાને ગૌરક્ષક ગણાવતા કેટલાક લોકો ત્યાં ધસી આવ્યા હતા. તેમણે એવો પાયાવિહોણો આરોપ લગાવ્યો કે આ મૃત પશુ ગાય છે અને આ પરિવારે ગૌહત્યા કરી છે. બસ આ જ વાત પર તેમણે દલિત પરિવાર પર હુમલો કરી દીધો હતો.

ક્રૂરતાની તમામ હદો પાર કરી હતી

હુમલાખોરોએ અમાનવીયતા દાખવતા 4 દલિત યુવાનોને અર્ધનગ્ન કરી દીધા હતા અને તેમને એક ઝાયલો (Xylo) ગાડી પાછળ બાંધી દીધા હતા. ત્યારબાદ તેમને લાકડીઓ અને લોખંડના પાઇપથી બેરહેમીપૂર્વક ફટકારવામાં આવ્યા હતા. આટલું ઓછું હોય તેમ, આ યુવાનોને ઉના શહેરમાં લાવીને જાહેરમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને માર મારવામાં આવ્યો હતો. આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર દેશમાં અને ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાયમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

10 વર્ષ લાંબી કાનૂની લડત અને 5 દોષિતો

જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ આ ચુકાદા અંગે માહિતી આપતા જણાવ્યું કે, શરૂઆતમાં જ્યારે FIR નોંધાઈ ત્યારે તેમાં ઘણા બધા આરોપીઓના નામ સામેલ હતા. પરંતુ 10 વર્ષ સુધી ચાલેલી કોર્ટની લાંબી કાર્યવાહી, સાક્ષીઓની જુબાની અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે માત્ર 5 શખ્સોને જ આ ગુનામાં સંડોવાયેલા ગણીને દોષિત જાહેર કર્યા છે.

કોર્ટે જેમને દોષિત ઠેરવ્યા છે તેમના નામ નીચે મુજબ છે:

રમેશ જાદવ

રાકેશ જોશી

પ્રમોદ ગોસ્વામી

નાગજી ડાયા

બળવંત ગોસ્વામી

સજા અંગે આવતીકાલે નિર્ણય

કોર્ટે આ 5 આરોપીઓને દોષિત તો જાહેર કરી દીધા છે, પરંતુ તેમને કેટલી અને શું સજા થશે તેનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. આવતીકાલે 17 માર્ચ 2026 ના રોજ સરકારી અને બચાવ પક્ષના વકીલો સજાની મુદત અંગે કોર્ટમાં પોતાની આખરી દલીલો કરશે. આ દલીલો પૂરી થયા બાદ કોર્ટ પોતાનો અંતિમ ચુકાદો સંભળાવશે. બીજી તરફ, કેસમાં સામેલ અન્ય 38 આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતા કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂક્યા છે.

Frequently Asked Questions

ઉના દલિતકાંડમાં કોને દોષિત ઠેરવવામાં આવ્યા છે?

ઉના દલિતકાંડમાં 5 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આવતીકાલે તેમની સજા પર અંતિમ દલીલો થશે.

ઉના દલિતકાંડમાં કેટલા લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે?

પૂરતા પુરાવાના અભાવે 38 લોકોને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઉના દલિતકાંડ ક્યારે અને કયા ગામમાં થયો હતો?

આ મામલો 11 જુલાઈ 2016 નો છે, જ્યારે ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં દલિત યુવાનો પર હુમલો થયો હતો.

દલિત યુવાનો સાથે શું થયું હતું?

કથિત ગૌરક્ષકોએ દલિત યુવાનોને ગાયની હત્યાના ખોટા આરોપ હેઠળ કાર પાછળ બાંધીને જાહેરમાં માર માર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Embed widget