શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 14 ઈંચ, ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આઠ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા આંકડાઓ હવામાન વિભાગે જાહેર કર્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમા સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર,  છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 14 ઈંચ, ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં છ ઈંચ, નર્મદાના નાંદોદમાં સવા પાંચ ઈંચ, નર્મદાના તિલકવાડામાં સવા ચાર ઈંચ, નવસારીના ચીખલીમાં ચાર ઈંચ, અમરેલીના લીલીયામાં પોણા ચાર ઈંચ, સુરતના મહુવામાં પોણા ચાર ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં સાડા ત્રણ ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં ત્રણ ઈંચ, પંચમહાલના ગોધરામાં ત્રણ ઈંચ, સુરતના પલસાણામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

ઉપરાંત સુરતના સિનોરમાં અઢી ઈંચ, અમરેલી તાલુકામાં અઢી ઈંચ, રાજકોટના ગોંડલમાં અઢી ઈંચ, પાટણના રાધનપુરમાં અઢી ઈંચ, આણંદ તાલુકામાં અઢી ઈંચ, જૂનાગઢના મેંદરડામાં સવા બે ઈંચ, અરવલ્લીના ભિલોડામાં સવા બે ઈંચ, આણંદના તારાપુરમાં સવા બે ઈંચ, નવસારી તાલુકામાં સવા બે ઈંચ, હિંમતનગરમાં સવા બે ઈંચ, વિસાવદરમાં સવા બે ઈંચ, ગારીયાધારમાં સવા બે ઈંચ, લખતરમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.

તે સિવાય ભાવનગરના જેસરમાં બે ઈંચ, કચ્છના અંજારમાં બે ઈંચ, અરવલ્લીના મેઘરજમાં બે ઈંચ, મહેસાણા તાલુકામાં બે ઈંચ, મહેસાણાના બહુચરાજીમાં બે ઈંચ, કચ્છના મુન્દ્રામાં પોણા બે ઈંચ, વડોદરાના કરજણમાં પોણા બે ઈંચ, અમદાવાદ શહેરમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. 

ઈડરમાં પોણા બે ઈંચ, જલાલપોરમાં પોણા બે ઈંચ, તળાજામાં પોણા બે ઈંચ, ખંભાત, સંતરામપુરમાં પોણા બે ઈંચ, લીંબડીમાં પોણા બે ઈંચ,  વઢવાણમાં દોઢ ઈંચ, પાટણના હારીજમાં દોઢ ઈંચ, વડોદરાના ડભોઈમાં દોઢ ઈંચ, ખેડાના ગળતેશ્વરમાં દોઢ ઈંચ,આણંદના પેટલાદમાં દોઢ ઈંચ,  ખેડાના વાસોમાં દોઢ ઈંચ, પાટણના સિદ્ધપુરમાં દોઢ ઈંચ,  કચ્છના ભૂજમાં દોઢ ઈંચ, કચ્છના ગાંધીધામમાં દોઢ ઈંચ, વડોદરાના સાવલીમાં સવા ઈંચ, ખેડાના મહેમદાવાદમાં સવા ઈંચ, દાહોદના સંજેલીમાં સવા ઈંચ, અમરેલીના જાફરાબાદમાં સવા ઈંચ, બાવળા, પ્રાંતિજ, કોડીનારમાં સવા સવા ઈંચ, વાઘોડીયા, નડીયાદ, ખાનપુરમાં સવા સવા ઈંચ, ખાનપુર, કડાણા, મોરવાહડફમાં સવા સવા ઈંચ, કેશોદ, જામકંડોરણા, ધોળકા, સોજીત્રામાં સવા ઈંચ, સાણંદ, ગાંધીનગર, ગરબાડામાં એક એક ઈંચ, હાંસોટ, વલસાડ, સોનગઢ, સંખેડામાં એક એક ઈંચ નોંધાયો હતો.

રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 31.93 ટકા વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીનો 39.74 ટકા, કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 39.10 ટકા, દ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 37.65 ટકા, ઉ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 21.52 ટકા અને મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 22.26 ટકા વરસાદ નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget