શોધખોળ કરો

Amreli: પતિ-પત્ની અને બહેનનો મૃતદેહ કુવામાંથી મળતા ખળભળાટ, પોલીસ તપાસમાં લાગી

અમરેલી જિલ્લામાં કુવામાંથી ત્રણ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અમરેલી નજીક આવેલા લાલવદર ગામના કુવામાંથી બે મહિલા અને એક પુરુષનો મતૃદેહ મળી આવ્યો હતો.

અમરેલી: અમરેલી જિલ્લામાં કુવામાંથી ત્રણ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અમરેલી નજીક આવેલા લાલવદર ગામના કુવામાંથી બે મહિલા અને એક પુરુષનો મતૃદેહ મળી આવ્યો હતો. કુવામાંથી ત્રણ લાશ મળી આવતાં અમરેલી તાલુકા પોલીસ, ફાયર ફાયટરની ટીમ સાથે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા ઘટના સ્થળે દોડી ગયા હતા.  અમરેલી લોકલ ક્રાઇમ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ તો ત્રણેય મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ જાણકારી સામે આવશે. 

Amreli: પતિ-પત્ની અને બહેનનો મૃતદેહ કુવામાંથી મળતા ખળભળાટ, પોલીસ તપાસમાં લાગી

અમરેલીના લાલવદર ગામે આવેલ દકુભાઈ ધાનાણી નામના ખેડૂત  સવારે  વાડીએ આવતાં તેમને આ બનાવ અંગે જાણ થઈ હતી. ખેડૂતો આ અંગે પોલીસને જાણ કરી હતી.  અમરેલી તાલુકા પોલીસ, અમરેલી ફાયર ફાયટરની ટીમ સાથે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાંસદ સહિતના લોકો કુવામાંથી મૃતદેહને બહાર કાઢવા કામે લાગ્યા હતા.  વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ અંતુરભાઈ  દેવરખીયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા તથા જાનુબેન અંતુરભાઈ દેવરખીયા નામની બે મહિલા સહિત 3 પરપ્રાંતિય વ્યક્તિની વાડીના કુવામાંથી લાશ મળી આવી હતી. 

બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આ ત્રણેયે બે દિવસ પહેલા કુવામાં ઝંપલાવ્યું હતું. કુવામાં ઝંપલાવવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે એ કારણ જાણવા સહિતની વિગતો મેળવા તજવીજ હાથ ધરી છે.

હવે ગુજરાત પોલીસ હેરાન કરે તો આ નંબર પર કરો ફરિયાદ, રાજ્ય સરકારે નંબર કર્યો જાહેર

પોલીસ દમન અને પોલીસ સામેની ફરિયાદ માટે રાજ્ય સરકારે અલગ નંબર જાહેર કર્યો છે. રાજ્યના એડવોકેટ જનરલે હાઇકોર્ટ સમક્ષ માહિતી આપી છે. તમામ ઈમરજન્સી નંબર www. Indian helpline number.com વેબસાઈટ પર ઉપલબ્ધ કરાશે.

સરકારે એફિડેવિટ કરીને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે 1 4 4 4 9 નંબર જાહેર કર્યો છે. આગામી 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવા માટે સરકારે કોર્ટને બાંહેધરી આપી છે. નંબર એક્ટિવેટ થતા લોકોને તેની જાગૃતિ મળી રહે તે માટે જાહેરાત કરવામાં આવશે. પોલીસ સામે ફરિયાદ માટેનો નંબર 24*7 કાર્યરત રહેશે. રાજ્ય સરકારે બીજા હેલ્પલાઇન નંબર પણ કોર્ટ સમક્ષ જણાવ્યા છે. તેમાં 1091 મહિલા હેલ્પલાઇન નંબર, 1064 ભ્રષ્ટાચાર નિવારણ માટે હાલમાં કાર્યરત છે. આ ઉપરાંત દેશ સ્તરની જુદી જુદી હેલ્પલાઇન નંબરને પણ કાર્યરત કરવામાં આવશે. આગામી સુનાવણી 16 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

નોંધનીય છે કો, થોડા સમય પહેલા અમદાવાદ પોલીસે તોડ કર્યો હતો. અમદાવાદમાં સોલામાં તોડકાંડ કેસ બાદ પોલીસ સતર્ક બની છે. હવે પોલીસ જ પોલીસનું રિયાલીટી ચેંકીગ કરશે.   DCP કક્ષાના અધિકારીઓ ખાનગી માણસોને મોકલી પોલીસના વર્તન અને પૈસાની ઉઘરાણીને લઈને તપાસ કરાવશે.  સોલામા પોલીસ તોડકાંડ મામલે હાઈકોર્ટેમા સુઓમોટો દાખલ થતા હાઈકોર્ટે નારાજગી વ્યકત કરીને પોલીસ પાસે તપાસનો રિપોર્ટ માગ્યો છે. જેથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્રારા હવે પોલીસની રિયાલીટી ચેક કરવામા આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
ઓનલાઇન સ્કેમથી મળશે છૂટકારો, WhatsApp એ આ સરકારી એજન્સી સાથે હાથ મિલાવ્યો
ઓનલાઇન સ્કેમથી મળશે છૂટકારો, WhatsApp એ આ સરકારી એજન્સી સાથે હાથ મિલાવ્યો
કેન્સર, હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓને ઝટકો, દવાઓ થઇ શકે છે મોંઘી
કેન્સર, હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓને ઝટકો, દવાઓ થઇ શકે છે મોંઘી
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Embed widget